મુંબઇ: સુતાપાએ લખ્યું છે કે, આખરે તેણે ઈરફાનને (Irfan Khan Movies) તેની સાથે વિતાવેલા 32માંથી 28 જન્મદિવસ ભૂલી જવા બદલ માફ કરી દીધો છે. સુતાપા સિકદરે તેના જન્મદિવસની તસવીરો શેર (Sutapa Sikdar Instagram) કરતા લખ્યું કે, 'મારા ઈરફાન, દર વર્ષે મારી વર્ષગાંઠને ભૂલવા બદલ આખરે મેં તને માફ કરી દીધો. આ વાત કહેવા માટે બે દિવસથી તમારી ખુબ યાદ આવી રહી છે, રાતભર સાલો કી સાલગિરહ કી યાદે, ફિસલતી, ટહલતી, ઠિકરતી રહી. આ સાથે લખ્યું છે કે, બહુત નારાજ હોને કે સફર સે તુમ સુધરોગે કી ગલી ગુજરતે હુએ આખિર તુમ્હારી વજુદ કે આગે હંસી-હંસી હથિયાર ડાલને તક કે હર સાલગિરહ કે સફર તય કિયા.
સુતાપાએ લખી ઇમોશનલ નોટ
સુતાપાએ આગળ લખ્યું છે કે, 'આ વખતે તમે આ પ્રકારનું કઇ પણ ન કરી શક્યા તેમજ બાબિલ અને અયાને વર્ષગાંઠ યાદ રાખી. શું તમે તેના સપનામાં આવ્યા હતા અને તેમને યાદ કરાવ્યું હતું. જે તમે હંમેશા ભૂલી જતા હતા. ચીયર્સ..આજે મંગળવારના બન્ને બાળકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ!! આ સાથે' સુતાપાએ પણ તેના મિત્રોનો આભાર માન્યો હતો. આ સાથે સુતાપા સિકદરની આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઇરફાન પછી તે બાબિલની બીજી શ્રેષ્ઠ ક્નવસેર્શન પાર્ટનર બનશે