ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફરાહ ખાનના મકાનમાં કામ કરનારા કોરાના પોઝિટિવ - કોરોના વાઇરસ

સુઝાન ખાનની બહેન ફરાહ ખાન અલીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, તેના ઘરમાં કામ કરનારા સ્ટાફ મેમ્બરને કોરોના થયો છે.

ફરાહ ખાન
ફરાહ ખાન

By

Published : Apr 15, 2020, 8:36 PM IST

મુંબઈ: કોરોના વાઇરસની મહામારીમાં ભારત તેજીથી આગળ વધી રહ્યું છે. જેમાં કોરોનાવાઇરસ સંક્રમિતોની સંખ્યા 11,439 થઇ ગઇ છે. તેમજ બોલીવુડમાં પણ કોરોનાનો કહેર ફેલાઇ રહ્યો છે. આ પહેલાં સિંગર કનિકા કપુર અને પ્રોડ્યુસર કરીમ મોરાનીનો પરિવાર આ કોરોનાથી સંક્રમિત થયો હતો. તેમજ હાલમાં ફરાહખાન અલીના ઘરમાં કામ કરનાર સ્ટાફ મેમ્બર ને પણ કોરોના થઇ ગયો છે. આ માહિતી તેણે ટ્વિટ કરીને આપી હતી.

તેણે વધુમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, "COVID -19 વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે મારા ઘરમાં કામ કરનાર સ્ટાફ મેમ્બરનો પણ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે અમે લોકોએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ અમે લોકો પણ કોરોન્ટાઇનમાં રહેવાના છીએ. સુરક્ષિત રહો અને મજબૂત બનો. આ સમય પણ પસાર થઇ જશે"

ABOUT THE AUTHOR

...view details