ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઋતિકે બતાવ્યા મસલ્સ, તો હવે સુઝૈન ખાને પણ બતાવી પોતાની ફિટનેસ, શેર કર્યો ગજબની કસરત કરતો વિડીયો

ખુદને ફિટ રાખવા માટે સુઝૈન પણ કલાકો જીમમાં પરસેવો પાડે છે. સુઝૈને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમનું વર્કઆઉટ જોઇે ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે.

By

Published : Sep 11, 2021, 9:58 PM IST

સુઝૈન ખાને પણ બતાવી પોતાની ફિટનેસ
સુઝૈન ખાને પણ બતાવી પોતાની ફિટનેસ

  • સુઝૈન ખાન ફિટનેસને લઇને ઘણી જ ગંભીર છે
  • વિડીયોમાં સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી
  • સુઝૈનની ફિટનેસ જોઇને ફેન્સ થયા દીવાના, કરી રહ્યા છે તારીફ

ન્યુઝ ડેસ્ક: કેટલાક દિવસ પહેલા ઋતિક રોશને એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ પોતાના બાઇસેપ્સ ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આના પર તેમની પત્ની સુઝૈન ખાને પણ કૉમેન્ટ કરી હતી. સુઝૈન ખાન ફિટનેસને લઇને ઘણી જ સિરિયસ છે. જો તેમનો સ્ટાર એક્સ હસબન્ડ ઋતિક રોશન પોતાના સિક્સ એબ્સ પર ગૌરવ કરી શકે છે તો સુસૈન પણ વેલ ટોન્ડ બૉડીની માલિક છે. ખુદને ફિટ રાખવા માટે સુઝૈન પણ કલાકો જીમમાં પરસેવો વહાવે છે.

સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી

સુઝૈને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમનું વર્કઆઉટ જોઇને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. સુઝૈન ખાન ભલે ફિલ્મી પડદા પર જોવા ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફૉલોઓલિંગ ઓછી નથી. તેના એકાઉન્ટ પર એક મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. પોતાના આ જ ઇન્સ્ટા ફેન્સ માટે સુઝૈન ઘણીવાર પોતાના શાનદાર વિડીયો શેર કરતી હોય છે. આ વખતે તેણે પોતાના વર્કઆઉટનો વિડીયો શેર કર્યો છે, જેમાં સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી રહી છે.

'હેલ્લો મસલ્સ, લેટ્સ ગો ટૂ પેરાડાઇઝઆ વિડીયોને સુઝૈને કેપ્શન આપ્યું છે, 'નાઇક ટ્રેનિંગની સાથે 30 મિનિટનું શાનદાર કોર સેશન' અને પછી લખ્યું છે કે, 'હેલ્લો મસલ્સ, લેટ્સ ગો ટૂ પેરાડાઇઝ.' જે પરફેક્શનથી સુઝૈન આ એક્સર્સાઇઝ કરી રહી છે તેને જોઇને ફેન્સ તેની ઘણી જ પ્રશંસા કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે, 'સુસૈન તમે અમેજિંગ છો.'

ABOUT THE AUTHOR

...view details