ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુષ્મિતા સેન 'આર્યા' વેબ સિરીઝ સાથે કરી રહી છે કમબેક

સુષ્મિતા સેન તેની આગામી વેબ સિરીઝ 'આર્યા'થી લાંબા સમય પછી ફિલ્મ્સની દુનિયામાં કમબેક કરી રહી છે. શુક્રવારે આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં પરિવાર, પ્રેમ, અપરાધ અને પાપમાંથી મુક્ત થવાની વાર્તાની એક ઝલક જોવા મળી હતી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન

By

Published : Jun 6, 2020, 4:54 PM IST

મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેને તેની આગામી વેબ સિરીઝ 'આર્યા'થ' કમબેક કરી રહી છે. તેણીએ કહ્યું કે, આ એક માતાની વાર્તા છે જે પોતાના બાળકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

શુક્રવારે આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં પરિવાર, પ્રેમ, અપરાધ અને પાપ માંથી મુક્ત થવાની વાર્તાની એક ઝલક જોવા મળી હતી.

સુષ્મિતાએ કહ્યું કે, "આર્ય તાકાત, દ્રઢ નિશ્ચય અને અપરાધથી ભરેલી દુનિયાની બધી નબળાઇઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે પુરુષ સંચાલિત એક દુનિયા છે. વ્યક્તિગત રીતે તે મારા માટે પરિવાર, વિશ્વાસઘાત અને માતાની કહાની છે જે તેના બાળકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે."

'આર્યા' લોકપ્રિય ડચ ક્રાઇમ ડ્રામા 'પેનોજા'ની ઑફિશિયલ રિમેક છે. આ શૉ સંદીપ શ્રીવાસ્તવ અને અનુસિંહ ચૌધરીએ લખ્યો છે. તેમાં નમિત દાસ, સિકંદર ખેર, જયંત કૃપાલાની, સોહિલા કપૂર, સુગંધ ગર્ગ, માયા સરિન, વિશ્વજીત પ્રધાન અને મનીષ ચૌધરી પણ છે.

ABOUT THE AUTHOR

...view details