સુષ્મિતાએ પોતાના ઈંસ્ટાગ્રામ ઍૅકાઉન્ટ પર એક ફોટો શેર કરતા લખ્યુ છે કે, ''Come run away with me'' આ ફોટોમાં બંને ન્યૂયોર્કની સડક પર દોડતા નજર આવી રહ્યા છે. આ ફોટોને અત્યાર સુધીમાં 89 હજાર લોકોએ પસંદ કરી છે. ઘણા સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ જાહેરમાં પોતાના સંબંધને કબૂલ કર્યો છે.
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રોહમન સુષ્મિતા સૈનના પરિવારના પ્રસંગમાં પણ જોવા મળી રહ્યા છે. રોહમનની સુષ્મિતાની દીકરીઓ સાથે પણ સારી કૅમિસ્ટ્રિ છે.