રોહમને સુષ્મિતાની એક સુંદર તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તળાવની પાસે બેઠેલી જોવા મળી રહી છે. તેણે તસવીરનાં કેપ્શનમાં લખ્યું, "જેમ ઉગતો સૂર્ય વિશ્વમાં પ્રકાશ લાવે છે, તેમ તું મારા જીવનમાં પ્રકાશ લાવી છો! સાચું કહું તો, આજના દિવસે હું તારા વિશે ઘણા ફકરા લખવા માંગતો હતો, પરંતુ જ્યારે હું તારા વિશે વિચારું છું, ત્યારે હું સ્તબ્ધ થઇ જાઉ છું. તારા લીધે હું દિવસેને દિવસે વધુને વધુ સારો બની રહ્યો છું. હવે હું ભગવાન પાસે વધુ શું માગી શકું, તેણે મને સંપૂર્ણ દુનિયા આપી દીધી છે. જન્મદિવસની શુભેચ્છા મારી વ્હાલી."
સુષ્મિતા સેનના જન્મદિન નિમિત્તે બોયફ્રેન્ડ રોહમન શોલેએ આ રીતે પાઠવી શુભેચ્છા
મુંબઇ: બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના જન્મદિન નિમિત્તે તેના તમામ સ્વજનો અને ફેંસે શુભેચ્છાઓ પાઠવી છે. તેના બોયફ્રેન્ડ રોહમન શોલેએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક પ્રેમભરી પોસ્ટ મૂકી છે.
સુષ્મિતા સેનના જન્મદિન નિમિત્તે બોયફ્રેન્ડ રોહમન શોલે ઇન્સ્ટાગ્રામ પર મૂકી પોસ્ટ
અભિનેત્રી હાલ પોતાના બોયફ્રેન્ડ સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે. બંને અવારનવાર રજાઓ માણતા હોય છે. જોકે લગ્ન બાબતે કોઇ કન્ફર્મેશન આવ્યું નથી.
TAGGED:
latest entertainment news