ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભાભીના સીમંતમાં જોવા મળી અભિનેત્રી સુષ્મિતા સેન, ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયા વાઈરલ

બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના જીવનની દરેક મહત્ત્વની ક્ષણ પોતાના ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. ત્યારે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર સુષ્મિતા સેનના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ ફોટો તેના ભાભીના સીમંત પ્રસંગના છે. એટલે કે સુષ્મિતા ટૂંક જ સમયમાં ફોઈ બનવા જઈ રહી છે.

ભાભીના સીમંતમાં જોવા મળી અભિનેત્રી સુષ્મિતા સેન, ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયા વાઈરલ
ભાભીના સીમંતમાં જોવા મળી અભિનેત્રી સુષ્મિતા સેન, ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયા વાઈરલ

By

Published : Aug 24, 2021, 5:19 PM IST

  • અભિનેત્રી સુષ્મિતા સેને ભાભીના સીમંત પ્રસંગમાં આપી હાજરી
  • સુષ્મિતા સેને ભાઈ અને ભાભીને આપ્યા આશીર્વાદ
  • સોશિયલ મીડિયા પર સુષ્મિતાના ફોટો થયા વાઈરલ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા ફોટોઝ, લુક્સ, વીડિયોઝના કારણે ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે. એટલે કે સુષ્મિતા સેન ચારૂના સીમંતમાં ભાગ લેવા પહોંચી હતી. આ ફોટો ચારૂએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે કે, સુષ્મિતા સેન પોતાની ભાભીને શુભેચ્છા આપી રહી છે. જ્યારે ચારૂના પતિ રાજીવ સેન પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.



સમગ્ર સેન પરિવારે આપી શુભેચ્છા
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલા ફોટોમાં જોઈ શકાય છે કે, ચારૂ અશોપાએ લાલ અને પીળા રંગની ચૂનરી પ્રિન્ટ લહેંગો પહેર્યો છે. આ સાથે જ તેના આલિશાન ઘરના પણ ફોટો શેર કરવામાં આવ્યા છે. તો આ સાથે જ સુષ્મિતા સેન સહિત સમગ્ર સેન પરિવાર તેમને શુભેચ્છા આપી રહ્યો છે. ચારૂ અસોપા અને સુષ્મિતાના ભાઈ રાજીવ સેનના લગ્ન વર્ષ 2019માં થયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details