ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દિલ બેચારા'નું ટ્રેલર જોઈને માધુરી દીક્ષિત અને સુષ્મિતાએ શેર કરી પોસ્ટ - Sushmita sen

'દિલ બેચારા'નું ટ્રેલરને જોઈ સુશાંતના ચાહકો તેને ખૂબ મિસ કરી રહ્યા છે. એવામાં બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ સુષ્મિતા સેન અને માધુરી દીક્ષિતે પણ ટ્રેલરના વખાણ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

'દિલ બેચારા' નું ટ્રેલર જોઈને માધુરી દીક્ષિત અને સુષ્મિતા સેને શું કહ્યું?
'દિલ બેચારા' નું ટ્રેલર જોઈને માધુરી દીક્ષિત અને સુષ્મિતા સેને શું કહ્યું?

By

Published : Jul 7, 2020, 9:54 PM IST

મુંબઈ: સુષ્મિતા સેને સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર જોઈને તેના સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હું સુશાંતને પર્સનલી જાણતી ન હતી પરંતુ તેની ફિલ્મો અને ઇન્ટરવ્યૂ દ્વારા મને એમ લાગે છે કે તે ખૂબ બુદ્ધિશાળી યુવક હતો.”

તેને તેના ચાહકો દ્વારા જે પ્રેમ મળી રહ્યો છે તે કોઈ ભાગ્યશાળી માણસને જ મળી શકે. તે ફક્ત એક સારો અભિનેતા જ નહી એક સારો વ્યક્તિ પણ હતો. કાશ હું તેને જાણતી હોત, તેની સાથે કામ કરવાની તક મળી હોત. 'દિલ બેચારા'ની ટીમને શુભેચ્છાઓ."

ધકધક ગર્લ માધુરી દીક્ષિતે પણ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તેમણે લખ્યું કે, “દિલ બેચારાનું ટ્રેલર મને ખૂબ ગમ્યું છે. સુશાંત કાયમ તેના ચહેરા પર સ્માઇલ સાથે મને મળતો. તેની સ્માઇલ હું હંમેશા યાદ રાખીશ. તેની અંતિમ ફિલ્મ અત્યંત સુંદર બની છે.”

મુકેશ છાબડાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સુશાંત સાથે નવોદિત અભિનેત્રી સંજના સાંઘી જોવા મળશે. આ ફિલ્મ 2014માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે.

ABOUT THE AUTHOR

...view details