મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મોટી બહેન નીતુ સિંહના નામે સોશિયલ મીડિયા પર એક નકલી ટ્વીટર એકાઉન્ટ ફરી રહ્યું છે. જે વિશે સુશાંતની બહેન શ્વેતાએ માહિતી આપી હતી.
સુશાંતની બહેનોના સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે નકલી ટ્વીટર એકાઉન્ટ - સુશાંત સિંહ રાજપૂત ટ્વીટર એકાઉન્ટ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે દરરોજ અવનવા ખુલાસા બહાર આવી રહ્યા છે. ત્યારે મંગળવારે કોઈ યુઝરે તેની બહેન નીતુ સિંહનું નકલી ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ વિશે સુશાંતની બહેન શ્વેતાએ માહિતી આપતા ફેક પ્રોફાઇલ પર રિપોર્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.
સુશાંતની બહેનો શ્વેતા કીર્તિ સિંહ અને નીતુ સિંહના ફરી રહ્યા છે નકલી ટ્વીટર એકાઉન્ટ
શ્વેતાએ આ નકલી પ્રોફાઈલના સ્ક્રિનશોટ શેર કરતા લખ્યું કે," મહેરબાની કરીને આ પ્રોફાઇલ જોતાવેંત તેને રિપોર્ટ કરજો, મારી બહેન નીતુ સિંહ ટ્વીટર પર નથી. આ પ્રોફાઇલ પર પહેલા મારું નામ વપરાતું હતું અને હવે મારી બહેનનું વપરાઈ રહ્યું છે. આ પ્રોફાઇલ બનાવનાર વ્યક્તિએ મને બ્લોક કરી દીધી છે એટલે હું તેને ટેગ કરી શકું તેમ નથી. મારો તમામ યુઝર્સને અનુરોધ છે કે, આ પ્રોફાઈલને રિપોર્ટ કરજો."
આ સાથે જ શ્વેતાએ તેના પોતાના નામથી ફરી રહેલા નકલી ટ્વીટર એકાઉન્ટ પણ સ્ક્રીન શોટ શેર કરી ચાહકોને સાવચેત કર્યા હતા.