મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસનો અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પાંચ ડોકટર્સની ટીમે તેના પર સહી કરી છે. મળતી માહિતી મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અભિનેતાના શરીર પર કોઇ ઇજાના નિશાન જોવા મળ્તા નથી. તેનું મોત ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્પષ્ટ રીતે આ આત્મહત્યાનો કેસ છે. કોઈ કાવતરું નથી.
સુશાંત સિંહનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ: ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાથી થયું મોત - સુશાંતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસનો અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેતાના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. તેના મોતનું કારણ ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ તેના મુંબઈ સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઇની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે તેની ગર્લફેન્ડ રિયા ચક્રવર્તી, તેના પિતા અને બહેન તેમજ તેના નજીકના મિત્રો, નોકરો અને અન્ય કર્મચારીઓના નિવેદનો લીધાં છે. આ ઉપરાંત નિર્દશક મુકેશ છાબડાનું નિવેદન પણ લીધું છે. જે સુશાંતની આગામી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દશક હતા.
જોકે, મુંબઈ પોલીસે સુશાંતના મોતની તપાસ ચાલુ રાખી છે. બોલીવૂડ અભિનેતા શેખર સુમને #justiceforSushantforum નામથી એક પ્લેટફોર્મ બનાવ્યું છે. જે સીબીઆઈ દ્વારા તપાસની માગ કરી રહ્યાં છે. ટ્વિટર પર, #CBIEnquiryForSushant હેશટેગ એક સપ્તાહ કરતા વધુ સમયથી વાયરલ થઈ રહ્યો છે.