મુંબઇ: સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બુધવારના રોજ સવારે સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર અને કોરિયોગ્રાફર ગણેશ હિવરકર ઉત્સાહિત છે. અદાલતે અભિનેતાના મોતની તપાસ માટે CBIને આદેશ આપ્યા છે.
ચૂકાદા પછી તરત જ ગણેશ હિવરકરે INASને કહ્યું, "કોર્ટના ચૂકાદા વિશે સાંભળીને આજે હું ખૂબ જ ખુશ છું. તે ખૂબ સારું છે. અમે આગળ લડીશું અને આગળ સુધી જઈશું."
સંઘર્ષના દિવસોમાં હિવરકર એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ત્યારથી જ તે સુશાંતનો મિત્ર હતો અને તે એ વાત પર ચોક્કસ હતા કે, અભિનેતાએ આત્મહત્યા કરી નથી.
આ અઠવાડિયાની શરૂઆતમાં તેમણે એક મુલાકાતમાં INASને કહ્યું હતું કે, "સુશાંત આત્મહત્યા કરી શકતો નથી. એક સમય એવો હતો, જ્યારે તેણે મને આત્મહત્યા કરતા અટકાવ્યો. સ્વાભાવિક છે કે, તે ખૂબ જ પોઝિટિવ વ્યક્તિ છે અને તે આત્મહત્યા કરી શકતો નથી.”
બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા સુશાંતના મોતની તપાસ CBIને સોંપવાના આદેશની સુનાવણી પછી અભિનેતાને મિત્ર ગણેશને વિશ્વાસ છે કે, સત્ય બહાર આવશે અને હવે ન્યાય થશે.