મુંબઇ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને તેમના મૃત્યુ પહેલા ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ આરોપ મૂક્યો હતો કે, તેમનું ઓટોપ્સી પણ ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું છે. જેથી પેટમાં પાચન પદાર્થો દ્વારા ઝેર ડિઝોલ્વ થઇ જાય.
સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કર્યું કે, "હત્યારાઓની માનસિકતા અને તેમની પહોંચ ધીરે ધીરે સામે આવી રહી છે. ઓટોપ્સીને ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો. જેથી અભિનેતાના પેટમાં રહેલું ઝેર પાચન પ્રવાહી દ્વારા વિઘટિત થાય છે અને તેની ઓળખ ન થઇ શકે "