ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂતની NRI બહેને અમેરીકાથી ભારત આવી ક્વોરન્ટાઈનમાંથી મુક્તિની કરી અપીલ - સુશાંત સિંહ રાજપૂતની NRI બહેન

સુશાંત સિંહ રાજપૂતની NRI બહેન શ્વેતા સિંહ કીર્તિ અમેરિકાથી ભારત આવી રહી છે, પરંતુ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને 7 દિવસ માટે ક્વોરોન્ટાઈનમાંથી મુક્તિની અપીલ કરી છે. સુશાંતે આત્મહત્યા કરીને પરિવાર, મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને આઘાત આપ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતની NRI બહેને અમેરીકાથી ભારત આવી ક્વોરોન્ટાઈનમાંથી મુક્તિની કરી અપીલ
સુશાંત સિંહ રાજપૂતની NRI બહેને અમેરીકાથી ભારત આવી ક્વોરોન્ટાઈનમાંથી મુક્તિની કરી અપીલ

By

Published : Jun 17, 2020, 1:49 PM IST

મુંબઇ: સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ અમેરિકાથી ભારત આવી રહી છે.

જોકે, તે દેશમાં આવ્યા પછી સાત દિવસના ક્વોરન્ટાઇન વિશે ચિંતિત છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'ભારતની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હું 16 મીએ ઉડાન કરીશ અને દિલ્હી થઈને મુંબઇ પહોંચીશ. હું 7-દિવસીય ક્વોરેન્ટાઇન સમયગાળા વિશે ચિંતિત છું. શું આ સમયગાળાને ટાળવા માટે કોઈ રસ્તો છે? મારે વહેલી તકે મારા પરિવાર પાસે જવું પડશે.

સુશાંત સિંહ રાજપૂતની NRI બહેને ક્વોરોન્ટાઈનમાંથી મુક્તિની કરી અપીલ

સુશાંત સિંહે 14 જૂને રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાધો હતો. 15 જૂને તેમના અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યા હતા.

શ્વેતાએ આ ઘટના પછી પોસ્ટમાં લખ્યું છે કે, 'હું કોઈ પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ ન હોવાથી દિલગીર છું, હું મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી છું, તમામ સંવેદનાઓને આભાર, તે મને શક્તિ આપી રહી છે. બસ મારા પરિવાર માટે પ્રાર્થના કરો.

ABOUT THE AUTHOR

...view details