ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિયાએ સુશાંતની ચેટના સ્ક્રિનશોટ્સ કર્યા શેર, જાણો સુશાંતની બહેન શ્વેતાએ શું કહ્યું? - બોલીવુડ ન્યૂઝ

આપણે જાણીએ છીએ કે સુશાંતસિંહ મામલે રિયા ચક્રવર્તી પર આક્ષેપો લાગતા રિયાએ પોતાની જાતને ખરી સાબિત કરવા પ્રયાસો કરી રહી છે. એવામાં તેણે હાલ સુશાંત સાથેની ચેટના સ્ક્રિનશોટ્સ શેર કર્યા હતા. આ અંગે સુશાંતની બહેનએ પણ પ્રતિક્રિયા આપી હતી.

Sushant singh
Sushant singh

By

Published : Aug 11, 2020, 8:47 AM IST

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી હાલ વિવાદોથી ઘેરાયેલી છે. એવામાં અભિનેત્રીએ સુશાંતસિંહની કેટલીક ચેટના સ્ક્રિનશોટ્સ શેર કર્યા હતાં. આ ચેટમાં સુશાંતસિંહે પોતાની બહેન પ્રિયંકા વિશે ચિંતા વ્યક્ત કરી અને મૈનિપુલેટિવ અને ખોટી ગણાવી હતી. તેમજ ચેટમાં આ સિવાય સુશાંતસિંહ રિયાના પરિવાની ઘણી પ્રશંસા કરતો પણ જોવા મળ્યો હતો.

રિયાની આ પોસ્ટ બાદ સુશાંતની બેન શ્વેતાસિંહએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એ સંદેશો આપવા માગે છે કે, સુશાંત પોતાની બહેન પ્રિયંકાની ખુબ જ નજીક હતો. શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સુશાંતસિંહ ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં જ્યારે સુશાંત પુછવામાં આવ્યું હતું કે, તારી સૌથી નજીક કઈ વ્યક્તિ છે, ત્યારે સુશાંતે જવાબમાં બહેન પ્રિયંકાનું નામ લીધું હતું.

ઈન્ટરવ્યુમાં સુશાંતે કહ્યું હતું કે, મારી બહેન પ્રિયંંકા જે મને ખુબ જ સમજે છે અને અમારા બંનેના શોખ પણ ઘણા મળતાં આવે છે. આ સિવાય એક ક્લિપમાં સુશાંતને પુછવામાં આવ્યું હતું કે, કોની સાથે તેનો પવિત્ર સંબંધ છે, ત્યારે પણ સુશાંતે બહેન પ્રિયંકાનું જ નામ લીધું હતું.

તમને જણાવી દઈએ કે, સુશાંતસિંહ આત્મહત્યા મામલે રિયા ચક્રવર્તી પર સતત આક્ષેપો થઈ રહ્યાં છે. એક બાજુ રિયા પોતાને સાચી ગણાવવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી બાજુ સુશાંતની બહેન, પરિવારર સહિત અનેક લોકો ન્યાય માટે લડી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details