- અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ
- સુશાંત આત્મહત્યા કેસની તપાસ અંતર્ગત કરાઈ ધરપકડ
- આરોપી ડ્રગ પેડલર્સના સંપર્કમાં હોવાનો NCBનો આક્ષેપ
- NCBએ રવિવારે આરોપી એજિસિલાઓસ ડ્રેમેટ્રિયડ્સની ધરપકડ કરી હતી
મુંબઈઃ NCB અધિકારીઓના મતે તપાસને ધ્યાનમાં રાખી ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ એજિસિલાઓસ ડેમેટ્રિયડ્સની ધરપકડ કરી છે. NCB અધિકારીએ આરોપ લગાવ્યો કે, દક્ષિણ આફ્રિકાનો નાગરિક એજિસિલાઓસ સુશાંત કેસ મામલામાં ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. એટલે અમે ઝડપી પાડ્યો છે. હવે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આની પહેલા NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક, સુશાંતના ઘરની મેનેજર સૈમ્યુઅલ મિરાંડા, કર્મચારી દીપેશ સાવંત અને અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરી હતી.
- NCB અનેક અભિનેત્રીઓની કરી ચૂકી છે પૂછપરછઃ