ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: EDએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈને ફરીવાર સમન્સ પાઠવ્યું - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ફરીથી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સમન્સ મોકલ્યું છે. બંનેને સોમવારે ED ઓફિસમાં હાજર રહેવા જણાવાયું છે. આ અગાઉ શનિવારે બપોરે ED ઓફિસ પહોંચેલા શોવિકની આશરે 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક
રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક

By

Published : Aug 9, 2020, 9:26 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ફરીથી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સમન્સ મોકલ્યું છે. બંનેને સોમવારે ED ઓફિસમાં હાજર રહેવા જણાવાયું છે. આ અગાઉ શનિવારે બપોરે ED ઓફિસ પહોંચેલા શોવિકની આશરે 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

શનિવારે બપોરે ED ઓફિસ પર પહોંચેલા શોવિકને અધિકારીઓ દ્વારા લગભગ 18 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શોવિકે રવિવારે સવારે 7 વાગ્યે ED ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો.

શુક્રવારે અગાઉ રિયા ચક્રવર્તીની પણ લગભગ 9 કલાક EDના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને તે દિવસે શોવિક પણ ત્યાં હાજર હતો.અધિકારીઓના કહેવા મુજબ, તેમણે EDની ટીમની પૂછપરછ દરમિયાન અસંતોષકારક જવાબો આપ્યા હતા, જેના કારણે સોમવારે ફરીથી તેની પૂછપરછ કરવામાં આવશે.

ED અધિકારીઓના જણાવ્યા અનુસાર રિયા અને તેનો ભાઇ ED ટીમને યોગ્ય રીતે જવાબ આપી નથી રહ્યા.. તેથી,EDએ આ બંનેને બીજી વખત સમન મોકલ્યું છે.અભિનેતાના પિતા કૃષ્ણ કિશોરસિંહે તેમના પુત્રની આર્થિક બાબતો સાથે સંબંધિત કેટલાક વિષયોની પૂછપરછ માટે પટણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ ED પૈસાની લેતી દેતી અને અન્ય બાબતોને લઇ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details