મુંબઈઃ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમ્ણયમ સ્વામીએ રવિવારે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ટ્વીટ કર્યું હતું જેમા તેમણે બૉલિવુડ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "સુશાંત સિંહ રાજપૂતની હત્યા બૉલિવુડ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વોટરલૂ અને વોટરગેટ છે. આપનો સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે જ્યાં સુધી દોષીઓને સજા નહીં થાય ત્યાં સુધી અમે અમારો પ્રયાસ છોડવાના નથીં."
શુક્રવારે સ્વામીએ દિવંગત અભિનેતાના નોકરની અનુપસ્થિતિ અને સુશાંતની મોત બાદ બે એમ્બ્યુલન્સ બોલાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે, "શું કામ બે એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી? કોણે આ બોલાવી હતી? જો અમને સાચો જવાબ નહીં મળે તો અમે અનુમાન લગાવી શકીએ છીએ કે શું કામ એસએસઆરનો ઈમાનદાર નોકર ગુમ છે. તે જીવીત છે કે મરી ગયો? " શું બીજી એમ્બ્યુલન્સ તેના માટે હતી? "
સ્વામી સુશાંતની મોત બાદથી જ CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમણે આ મામલે વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો છે. ગયા સપ્તાહે સ્વામીએ સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા પાંચ ડોક્ટરોને પણ આડે હાથ લિધા હતા.