મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત અને વરૂણ શર્માની જૂની મેનેજર દિશા સલિયાએ આત્મહત્યા કરી છે. માહિતી મુજબ, સોમવારે મલાડ સ્થિત તેના એપાર્ટમેન્ટના 14માં માળેથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવ્યો. વરૂણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી વખતે તેની મિત્ર અને પૂર્વ મેનેજરના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
અભિનેતા લખ્યું છે કે, 'મારી પાસે શબ્દો નથી. સ્પીચલેસ. આ બધું ખોટું લાગે છે. ઘણી બધી યાદો. ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ અને મિત્ર. તમે દરરોજ બધી મુશ્કેલીઓનો સ્મિત અને નમ્રતાથી સામનો કરતા હતા. હું તમને ખૂબ જ યાદ કરીશ.’
સુશાંત સિંહ રાજપૂત અને વરૂણ શર્માની જૂની મેનેજર દિશા સલિયાએ આત્મહત્યા કરી માહિતી મુજબ, યુવા સેલિબ્રિટી મેનેજરે આત્મહત્યા કરી હતી. ત્યારે તે સોમવારે રાત્રે તેણીના મંગેતર સાથે હતી. બોરીવલીની હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરાઇ હતી.
હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, તેઓએ મૃતકના માતા-પિતાનું નિવેદન નોંધ્યું છે. તેમના મંગેતરને પણ પ્રશ્નો પૂછી શકે છે.
દિશાએ સુશાંત અને વરૂણ સિવાય પહેલા કોમેડિયન ભારતી સિંઘના મેનેજર તરીકે પણ કામ કર્યું છે. ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી પોસ્ટ કરી અને દિશાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.