મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી દિગ્દર્શક અને લેખક રૂમી જાફરીની આગામી ફિલ્મમાં સાથે કામ કરવાના હતા. તે પ્રોજેક્ટનું શૂટિંગ મે મહિનામાં શરૂ થવાની હતી.
'કાઇપો છે!' અભિનેતાને લઇ બનાવવા જઇ રહેલી ફિલ્મ અંગે રૂમિએ કહ્યું હતું કે, "સુશાંતની ડાંસિંગ સ્કિલ્સને વધુ પ્રકાશિત કરવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવતો. તે એક સારો ડાન્સર હતો અને મારી ફિલ્મ તેને અલગ રીતે રજૂ કરતી. તેને શાહરૂખ ખાનની એક્ટિંગ અને ગોવિંદાનો ડાન્સ પસંદ હતો."
ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, તેમણે સુશાંતને ધ્યાનમાં રાખીને આ સ્ક્રિપ્ટ લખી હતી. તેથી તેમણે કહ્યું, 'હું કદાચ આ ફિલ્મ ક્યારેય નહીં બનાવું .રૂમીએ વધુમાં માહિતી આપી હતી કે, લોકડાઉન દરમિયાન તે સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હતો અને તેને નરેશન સાંભળવામાં વધારે સર હતો. દિગ્દર્શકે કહ્યું, "તે હતાશ થતો હતો કારણ કે તે તેના કામ પર ફરી જવા માંગતો હતો તેને વસ્તુઓ રિહર્સ કરવી હતી."
રૂમીએ એમ પણ કહ્યું કે, સુશાંત પાસે 'ઇન્ડસ્ટ્રીમાં વધારે મિત્રો ન હતા' તેણે છેલ્લો મેસેજ જે દિગ્દર્શકને લખ્યો હતો તેમાં '4 હાર્ટ્સ' અને 'લવ યુ સર' લખ્યું હતું.