મુંબઇ: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધનથી દરેક લોકો શોકમાં આવી ગયા છે. સુશાંત સિંહ રાજપૂત હજી પણ તેમના ચાહકોના દિલમાં જીવંત છે. સુશાંતના અવસાન પછી, તેમના જીવનથી પ્રેરિત ફિલ્મ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મમાં ટિકિટકોક સ્ટાર સચિન તિવારી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સુશાંત સિંહ રાજપૂત પર બની રહી છે ફિલ્મ, હમશકલ સચિન તિવારી મુખ્ય પાત્ર ભજવશે - સ્યુસાઇડ ઑર મર્ડર: અ સ્ટાર વોઝ લોસ્ટ
સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુંને 2 મહિનાનો સમય વીતી ગયો છે. પોલીસ તેની પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટના આધારે આત્મહત્યા માની રહી છે.અહીં ફિલ્મ ઉદ્યોગમાં સમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને એક ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે, જેમાં સુશાંતનો હમસકલ અને ટીકટોકર સચિન તિવારી સુશાંતથી પ્રેરિત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
![સુશાંત સિંહ રાજપૂત પર બની રહી છે ફિલ્મ, હમશકલ સચિન તિવારી મુખ્ય પાત્ર ભજવશે સુશાંત સિંહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8105523-445-8105523-1595261690635.jpg)
ફિલ્મનું ટાયટલ 'સ્યુસાઇડ ઑર મર્ડર: અ સ્ટાર વોઝ લોસ્ટ' છે અને તેનું દિગ્દર્શન શમિક મૌલિક કરી રહ્યા છે. આ વર્ષે ક્રિસમસ પર ઓટીટી પ્લેટફોર્મ વીએસજી બિંજ પર ફિલ્મ સ્ટ્રીમ થઇ શકે છે. ફિલ્મનો ફર્સ્ટ લુક પણ વીએસજીના સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં સચિન તિવારીને બોલીવુડમાં આઉટસાઇડર તરીકે બતાવવામાં આવ્યો છે.
પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, "નાના શહેરનો એક છોકરો ફિલ્મ ઉદ્યોગમાં એક સ્ટાર બની જાય છે. આ તેની વાર્તા છે. એક આઉટ સાઇડર તરીકે સચિન તિવારી રજૂ થઇ રહ્યા છે. વીએસજી બિંજ રજૂ કરી રહ્યા છે 'સ્યુસાઇડ ઑર મર્ડર: અ સ્ટાર વોઝ લોસ્ટ' રજૂ કરે છે." વિજય શેખર ગુપ્તા દ્વારા પ્રોડ્યૂસ અને અને શમિક મૌલિક દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શ્રદ્ધા પંડિત દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. "