મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો પટણાથી મુંબઈ પહોંચશે અને ત્યારબાદ સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુશાંતસિંહ રાજપૂતના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે - સુશાંત સિંહ રાજપૂતનું રવિવારે સવારે નિધન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું રવિવારે અવસાન થયું છે. તેણે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના નોકરે રવિવારે સુશાંતને આત્મહત્યા કરેલી સ્થિતિમાં જોયો હતો. ત્યારબાદ તેણે પોલીસને માહિતી આપી હતી. મુંબઇ પોલીસે જણાવ્યું કે, સુશાંત સિંહે આત્મહત્યા કરી છે. જોકે મુંબઈ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
સુશાંત સિંહ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. છેલ્લા કેટલાક મહિનાની તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ખુલાસો થાય છે કે, તેણે પોતાના ડિપ્રેશનને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની પણ કોશિશ કરી હતી.