સુશાંતે આ વાત કરતા કહ્યું કે, જ્યારે હું બાળક હતો તે સમયે અવકાશયાત્રી બનાવા માગતો હતો, પરંતુ મને ખબર નહતી કે ક્યાં જવાનું છે. હું હંમેશા નાસા જવા માગતો હતો. મે એક પાવરફુલ ટેલીસ્કોપ ખરીદી લીધો, જે ચંદ્રના કોઈ પણ ભાગને જૂમ કરી કરી શકતો હતો. બે વર્ષ પહેલા નાસાની તક મળી અને નાસામાં એક નાની વર્કશોપ પણ કરી હતી.
સુશાંત સિંહે NASAમાં બાળકોની ટ્રેનિંગ માટે મદદ કરી - સુશાંત સિંહ રાજપૂત
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જે અવકાશયાત્રી બનવાનું સપનું પુરુ ન કરી શકયા, હવે ભવિષ્યમાં સ્પેસમાં ઉડવાનું સપનું જોનાર બાળકોની મદદ કરી રહ્યાં છે. સુશાંત સિંહે રાજપૂત NASAમાં બાળકોની ટ્રેનિંગ માટે મદદ કરી રહ્યાં છે.

એક વર્ષ બાદ બે બાળકોને નાસા મોકલ્યા, બંને હોશિયાર બાળકો હતા. તેમાંથી એક બાળક ત્યાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. હવે તે એસ્ટ્રોનોટ બનાવાની ટ્રેનિગ લઈ રહ્યાં છે. હવે હું ઓછામાં આછા 100 બાળકોને નાસા મોકલવાનું આયોજન કરી રહ્યું છું.
નોંધનીય છે કે, સુશાંત સિંહ ટૂક સમયમાં જ નેશનલ જીઓગ્રાફીના શો પર ચંદ્રયાન 2ની લેન્ડિંગને લઈને થનારી ચર્ચામા આઉટ સ્પેસને લઈને આકર્ષણના વિશે વાત કરશે. સુંશાત સિંહ ચંદ્ર પર એક નાનકડા ભાગના માલિક છે. સુશાંતે ચંદ્રના દૂરના વિસ્તારમાં એક જમીન ટૂકડો ખરીદયો છે, ચંદ્રના તે વિસ્તારને મેયર મુસ્કોવિંસ અથવા ઓફ મસ્કવી પણ કહેવાય છે.