મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરતા પહેલા તેના ખાસ મિત્ર મહેશ શેટ્ટીને ફોન કરી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસીબે મહેશ તેનો ફોન ઉઠાવી શક્યો નહીં. મહેશે તેના સોશિયલ મીડિયા પર આ વાતને લઈને દુઃખ વ્યક્ત કરતા તેની સાથે વિતાવેલા સમયને યાદ કરતા ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.
આ તસ્વીરમાં બંને બાઈક પર બેઠા છે અને પોઝ આપી રહ્યા છે.
“ઘણી બધી વાતો કરવાની રહી ગઈ છે આપણી વચ્ચે. હું જ્યારે તને ફરી જોઈશ ત્યારે તને બધું કહીશ.”
મહેશે આગળ લખ્યું, "અમુક લોકો ક્યારેક જીવનમાં એ રીતે મળે છે જાણે તે તમારા જ અસ્તિત્વનો ભાગ હોય. તેઓ ભલે તમારી માતાના ગર્ભ દ્વારા દુનિયામાં નથી આવ્યા પરંતુ તેમની સાથે વિતાવેલો સમય, ભાવનાઓ, લાગણીઓ, ઋણાનુબંધ.. એ લોહીના સંબંધો કરતા ઓછું નથી હોતું. જો આપણે ફિલ્મસિટીમાં મળ્યા ન હોત તો આપણને ક્યારેય એ વાતનો અહેસાસ ન થાત કે આપણે એકબીજાના જીવનનો ભાગ છીએ. તું મને મારા ભાઈથી પણ વિશેષ હતો.
”ફિલ્મો, પ્રકૃતિ, વિજ્ઞાન, ભોજન, સંબંધો અને બીજી અનેક બકવાસ! તેનામા જબરજસ્ત ઊર્જા હતી. અનેક એવા સપના જે ક્યારેય પૂરા જ ન થાય. તેની સફળતાઓ, નિષ્ફળતાઓ, તેનું કામ, તે હંમેશા પૂર્ણતાવાદી હતો. તેને મોટા પડદે જોઈ હું કાયમ ખુશ થતો. તેણે તેની ફિલ્મો અને તેના પાત્રો માટે ખૂબ મહેનત કરી હતી."
“મે ક્યારેય ન્હોતું વિચાર્યું કે તારા માટે આ બધું લખીશ. તને હું હંમેશા મારા હૃદયમાં રાખીશ. તને ખબર હતી કે બીજું કોઈ ન હોય તો શેટ્ટી તો છે જ. પછી કેમ? મને ખ્યાલ છે તને આકાશના તારા જોવા ખૂબ ગમતા. તને રોજ રાત્રે ત્યાં જોઈશ.” મહેશે લખ્યું.