ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતના નિધન પર તેની એક્સ મેનેજર રોહિણી અય્યરે લખી ઇમોશનલ પોસ્ટ, જણાવી ખાસ વાતો...

સુશાંતસિંહ રાજપૂતના નિધન પછીથી તેના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ સતત સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પ્રતિક્રિયા જોઈને તેની શ્રેષ્ઠ મિત્ર રોહિણી અય્યયરે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સુશાંતના મૃત્યુના ત્રીજા દિવસે, તેની શ્રેષ્ઠ મિત્ર રોહિણી, જે તેમની મેનેજર હતી, તેણે તેની થ્રોબેક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેના મંતવ્યો વ્યક્ત કર્યા.

sushant
sushant

By

Published : Jun 17, 2020, 7:59 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અકાળે અવસાનથી સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.

આવી સ્થિતિમાં, તેની નજીકની મિત્ર અને એક્સ મેનેજર રોહિણી અય્યરે બુધવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાવનાત્મક પોસ્ટ લખીને તેની સાથેની થ્રોબેક તસવીર શેર કરી છે.

જેમાં તેમણે લોકોને અંતમાં અભિનેતા વિશે અભિપ્રાય આપવાને બદલે તેમના જીવન અને પ્રતિભાની ઉજવણી કરવા વિનંતી કરી હતી.

તસવીર શેર કરતા રોહિણીએ કેપ્શનમાં લખ્યું, "આ વાતો કહેવાની જરૂર છે. મારો શ્રેષ્ઠ મિત્ર હવે નથી, મને હજી પણ આ સત્યને સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે અને જ્યારે પણ હું મારું સોશિયલ મીડિયા ચેક કરું છું. ત્યારે મને ફ્કત ફિક્શન જ વાચવા મળે છે.”

મને ગપ્પા મારનારા લોકો મળે છે. જે લોકો તેના એજન્ડાને આગળ વધારી રહ્યા છે, પોતાને અથવા તેમની નીતિઓને પ્રોત્સાહન આપે છે. "

ABOUT THE AUTHOR

...view details