ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: મહારાષ્ટ્રના ગૃહપ્રધાને CBI તપાસની મનાઈ કરી - મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ કરવામાં આવે તેવી માગ ખૂબ વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે CBI તપાસ કરવાની મનાઈ ફરમાવી છે. તેમણે કહ્યું કે, સુશાંતસિંહ કેસમાં CBI તપાસની જરૂર નથી.

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: મહારાષ્ટ્ર ગૃહ પ્રધાને CBI તપાસની કરી મનાઈ
સુશાંત સિંહ આત્મહત્યા કેસ: મહારાષ્ટ્ર ગૃહ પ્રધાને CBI તપાસની કરી મનાઈ

By

Published : Jul 18, 2020, 7:16 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ કરવામાં આવે તેવી માગ ખૂબ વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે CBI તપાસ કરવાની મનાઈ ફરમાવી છે. તેમણે કહ્યું કે, સુશાંતસિંહ કેસમાં CBI તપાસની જરૂર નથી.

હાલમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીએ પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે CBI તપાસની માગ કરી હતી. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સુશાંત કેસમાં CBI તપાસ કરવાની મનાઈ કરી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં CBI તપાસ કરવાની જરૂર નથી.

અનિલ દેશમુખે કહ્યું કે, "મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની વિગતવાર તપાસ કરી રહી છે. આ મામલામાં CBI તપાસની જરૂર નથી." સુશાંતના નિધનને એક મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, સુશાંતે આવું પગલું કેમ લીધું હતું.

જેથી સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અને તમામ સેલિબ્રિટી તરફથી CBI તપાસની માગ કરાઈ રહી છે .

ABOUT THE AUTHOR

...view details