મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ કેબિનેટ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીનો સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની માગ કરતો પત્ર સ્વીકાર્યો છે. વડાપ્રધાને તેમના કાર્યાલયમાં આવેલા આ પત્રની કોપી સોશીયલ મીડિયા માં શેર કરી હતી જેમાં લખ્યું છે કે તેમને કેબિનેટ પ્રધાનનો 15 જુલાઈનો પાત્ર મળ્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના નિધન અંગે CBI તપાસની કરી માગ, વડાપ્રધાને સ્વીકાર્યો પત્ર - સુબ્રમણ્યમ સ્વામી CBI તપાસ
પૂર્વ કેબિનેટ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની માગ કરતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો જેનો વડાપ્રધાને સ્વીકાર કરી ટ્વીટર પર આ વિષે માહિતી આપી છે.
![સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના નિધન અંગે CBI તપાસની કરી માગ, વડાપ્રધાને સ્વીકાર્યો પત્ર સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના નિધન અંગે CBI તપાસની કરી માગ, વડાપ્રધાને સ્વીકાર્યો પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:30:56:1595782856-8182081-----pm-4.jpg)
સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના નિધન અંગે CBI તપાસની કરી માગ, વડાપ્રધાને સ્વીકાર્યો પત્ર
આ પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે "દુબઈના ડોન સાથે બોલિવૂડના અમુક માંધાતાઓ સાંઠગાંઠ ધરાવે છે જેઓ સુશાંત ના નિધન ની પોલીસ તપાસ ધીમી પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. બોલિવૂડના અમુક લોકો નથી ઈચ્છતા કે આ અંગે વ્યવસ્થિત તપાસ થાય. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે વિશે CBI દ્વારા તપાસ કરવામાં આવે એવો હું આપને અનુરોધ કરું છું."
મુંબઈ પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે.