દેશભરમાં નાગરિકતા સંશોધન અઘિનિયમ 2019નો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં થઈ રહેલાં વિરોધ પ્રદર્શનમાં અભિનેતા સુશાંત સિંહ જોડાયા હતાં. જેના કારણે તેમને 'સાવધાન ઈન્ડિયા' નામના કાર્યક્રમમાંથી બહાર કરવામાં આવ્યાં છે.
આ વાતની જાણકારી સુશાંતે મંગળવારે ટ્વીટર પોસ્ટ કરીને આપી હતી. તેમણે લખ્યું હતું કે,"...અને સાવધાન ઈન્ડિયા સાથેનો મારો સંબંઘ અહીં પૂરો થાય છે."
આ ટ્વિટ બાદ એક યૂઝરે તેમને પૂછ્યું હતું કે, "શું તમે સાચું બોલવાની કિંમત ચૂકવી છે ??" તેના જવાબમાં સુશાંત સિંહે કહ્યું હતું કે,"આ બહુ નાની કિંમત છે મારા દોસ્ત ! નહીં તો હું ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને શું જવાબ આપત??"
PTI સાથે વાત કરતાં અભિનેતાએ જણાવ્યું હતું કે, "નૈતિક રીતે એક મહિનાની નોટીસ આપવાની હોય છે. પણ શૂટીંગ દરમિાયન તેમને શુ કરવું અને શું ન કરવું એ તેમના પર નિર્ભર છે. હું બધી વાતોને જોડવા નથી માગતો. હું વિરોધમાં ગયો અને સાંજે મને જાણવા મળ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. બની શકે આ સંજોગ હોય અથવા તો યોજના હોય. પણ હવે હું આ બધામાં ઉંડો ઉતરવા નથી માગતો."
CAA વિરોધ પ્રદર્શનના સુશાંત સિંહ જોડાયા
ઉલ્લેખનીય છે કે, સુશાંત #ME TOOની સાથે-સાથે CAA જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. તેઓ 'સાવધાન ઈન્ડિયા' સાથે છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી જોડાયેલા હતાં.
https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/sushant-singh-ousted-from-savdhaan-india-amid-anti-caa-protests/na20191218095847883