ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત આત્મહત્યા કેસઃ ઈડીએ મુંબઈમાં રિયાના CAની કરી પૂછપરછ

સુશાંત આત્મહત્યા કેસમાં મની લૉન્ડ્રીંગ મામલે તપાસને લઈને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રિયા ચક્રવર્તીના CA રિતેશ શાહની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા EDએ સુશાંતના CA સંદીપ શ્રીધરની પણ નાણાકીય વ્યવહારને લઈને પુછતાછ કરી હતી.

mumbai
સુશાંત આત્મહત્યા કેસ

By

Published : Aug 4, 2020, 10:02 PM IST

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સંબંધિત મની લોન્ડ્રીંગ મામલે તપાસ કરતા બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિતેશ શાહની પુછતાછ કરી છે.

અધિકારીઓએ કહ્યું કે, રિતેશની પુછતાછ રિયા અને રિયાના ભાઈ સ્વામિત્વ વાલી કંપનીઓ મામલે પુછતાછ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, રિતેશ શાહ મંગળવારે 11:30 વાગ્યે ઈડીના અધિકારીઓ સમક્ષ એજન્સીના કાર્યલયમાં હાજર થયા હતા. ઈડીએ સોમવારે મુંબઈમાં સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરની પણ પુછતાછ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, શુક્રવાર રિયા અને તેમના પરિવારના સદસ્યોની વિરૂદ્ધ દાખલ એક મામલાને મદ્દેનજર આ કાર્યવાહી ઈડી દ્વારા કરવામાં આવી હતી. ઇડી સુશાંત સિંહની આત્મહત્યા સંબંધિત કથિત રીતે કુલ 15 કરોડ રૂપિયાના વ્યવહારોની તપાસ કરી રહી છે.

સુશાંતના પિતા કે. સિંહે તાજેતરમાં જ રિયા વિરુદ્ધ બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બિહાર પોલીસે નોંધાવેલી એફઆઈઆરને આધારે ઈડીએ રિયા અને તેના પરિવારના સભ્યોનું નામ આ કેસમાં ઉમેર્યું છે કે ઘણા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

આ અગાઉ ઇડીએ બેંકો પાસેથી સુશાંત અને રિયાના પરિવારની બે કંપનીઓની વિગતો માંગી હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ઇડીએ ગુરુવારે બિહાર પોલીસ દ્વારા રિયા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને સુશાંત અને રિયાના પરિવારની બે કંપનીઓની વિગતો બેંકો પાસેથી માંગી હતી. ઇડીએ વિવ્રીડેઝ રિયાલિટિક્સના વાર્ષિક નાણાકીય વ્યવહારોની વિગતો પણ માંગી છે, જેમાં રિયા ડિરેક્ટર છે અને ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ વિશેની માહિતી છે, જેમાં તેનો ભાઈ શોવિક ડિરેક્ટર છે.

સુશાંતના પિતાએ તેમના પુત્ર સાથે છેતરપિંડી અને ધમકી દેવાના આરોપ લગાવી પટનામાં રિયાની વિરૂદ્ધ ફરીયાદ કરી હતી. અભિનેતાના મોત પહેલા સુશાંત અને રિયા રિલેશનશીપમાં હતા. સુશાંતના પિતાએ રિયાની વિરૂદ્ધ અનેક આરોપ લગાવ્યા છે, જેમાં તેમના દીકરા પાસેથી રૂપિયા લેવા અને મીડિયાને સમક્ષ મેડિકલ રિપોર્ટનો ખુલાસો કરવાની ધમકી દેવાનો આરોપ પણ લગાવ્યો છે. રિયાએ સુશાંતને તેના પરિવારથી દુર રાખવાનો પણ આરોપ લગાવાયો છે.

મહત્વનું છે કે , બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, સુશાંતની આત્મહત્યા મામલે તેમણે CBI તપાસની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details