મુંબઇ: બોલિવૂડ સ્ટાર્સે સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળતાની સાથે જ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. શાહરૂખથી લઈને અનુષ્કા શર્મા સુધી અને સલમાને પણ સોશિયલ મીડિયા પર સુશાંતના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે આલિયા ભટ્ટ અને કરણ જોહરે પણ અભિનેતાના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ સુશાંતના ચાહકોને આલિયા અને કરણનો આ શ્રદ્ધાંજલિ સંદેશા બિલકુલ પસંદ ન આવ્યો. આલિયા અને કરણને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ બંને સેલેબ્સે કોફી વિથ કરણ શો દરમિયાન સુશાંત સિંહની મજાક ઉડાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આલિયા અને કરણના આ ડબલ વલણની ટીકા કરી રહ્યા છે. ચાહકોએ કહ્યું કે, આલિયા અને કરણનો ટીવી બેકગ્રાઉન્ડ છે તેના કારણે તેઓએ સુશાંતની મજાક ઉડાવી હતી. #આલિયા અને #કરણ જોહર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
સુશાંતસિંહ રાજપૂતનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું છે. હવે આ સિતારો હંમેશા માટે આપણા બધાથી દૂર જતો રહ્યો પણ જતા જતા પોતાની પાછળ ઘણી બધી યાદો અને સવાલ મૂકીને ગયો. એવામાં સોશિયલ મીડિયામાં અત્યારે આલિયા ભટ્ટ અને કરણ જોહરના જૂના વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
સુશાંતસિંહ તો બધાને છોડીને જતા રહ્યા પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમને યાદ કરી તેમની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને યાદ કરી રહ્યા છે. ફેન્સ તો દુઃખી છે જ સાથે સાથે બોલિવૂડ જગતને પણ ધ્રાસકો પડ્યો છે. સુશાંતની મોત બાદ ઘણા બધા સિતારાઓએ ખુલીને પોતાની વાત કરી. બધા જ અભિનેતાઓ કહી રહ્યા છે કે તે અંતિમ સમયમાં સુશાંતના ટચમાં ન રહ્યા. એવામાં કરણ જોહર પર જ ચાહકોનો ગુસ્સો ફૂટી પડ્યો છે.
એવામાં કરણ જોહર અને આલિયા ભટ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઇરલ થઇ રહ્યો છે. યુઝર્સ કરણ જોહર અને આલિયા પરલાલઘૂમ થઇ ગયા છે. કોફી વિથ કરણ નામક એક શોના વિવિધ વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં કરણ અને આલિયા સુશાંતનું મજાક ઉડાવી રહ્યા છે. એક બીજો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરણ જોહર કહી રહ્યા છે કે તેમણે સુશાંતને કામ આપવાથી ના પાડી દીધી હતી.
સમગ્ર બોલિવૂડમાંથી અલગ અલગ નિવેદન આવી રહ્યાં છે. કંગનાએ બોલિવૂડના કેટલાક લોકો ઉપર આંગળી ઉઠાવી છે. કંગનાએ સુશાંતસિંહના મોત પાછળ બોલિવૂડને જવાબદાર કહ્યું કે, ગલીબોય જેવી વાહિયાત ફિલ્મને એવોર્ડ મળે છે ત્યારે છીછોરે જેવી ફિલ્મને એવોર્ડ ન મળતા સુશાંત ડિપ્રેશનમાં હતો. એક એક્ટર છેલ્લા ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા પર લખી રહ્યો હતો કે, પ્લીઝ મારી ફિલ્મો જુઓ, મારા બોલિવૂડમાં કોઇ ગોડફાધર નથી મને આ ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી દેવામાં આવશે. સુશાંત કેટલો હતાશ હતો તે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જાણી શકાય છે. કેટલાક પત્રકાર સુશાંતને કહી રહ્યા હતા કે તે નશાથી એડિક્ટ છે, તે ખરાબ માણસ છે તો સંજય દત્તના એડિક્શન તો તમને ક્યુટ લાગી રહ્યા છે.