મુંબઇ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBએ ડ્રગ્સના એંગલ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંતના ઘર મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી છે. તેમને 9 સપ્ટેમ્બર સુધી NCBના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ સાથે અભિનેતાના કેરટેકર દીપેશ સાવંતની પણ ધરપકડ કરવામાં આવી હતી. દિપેશને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે જ સમયે, ડ્રગ્સ પેડલર કૈઝાન ઇબ્રાહિમને જામીન મળી ગયા છે.
સુશાંતસિંહ આત્મહત્યા કેસ : દિપેશ સાવંત 9 સપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીમાં - સેમ્યુઅલ મિરાંડા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBએ ડ્રગ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને અભિનેતાના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી. આ બન્નેને 9 સપ્ટેમ્બર સુધી NCB રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.દિપેશ સાવંતના 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
સુશાંત કેસ
શુક્રવારે શૌવિક અને સેમ્યુઅલના ઘરે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જે બાદ NCBના અધિકારીઓએ 10 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ શૌવિક અને સેમ્યુઅલ બંનેની ધરપકડ કરી હતી.
આ કેસમાં દરરોજ એક નવો વળાંક આવી રહ્યો છે. શૌવિક અને સેમ્યુઅલની ધરપકડ થયા બાદ સુશાંતની બહેન સહિતના સેલેબ્સે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ, CBI અને ED પણ તપાસમાં સામેલ છે.
Last Updated : Sep 6, 2020, 1:31 PM IST