ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતની આત્મહત્યા બાદ વધુ એક ચાહકે કર્યું સ્યૂસાઇડ, ડાયરીમાં ખુલાસો- સુશાંતને પ્રેમ કરતી હતી - ઓડિશા જોબરા વિસ્તાર

સુશાંતની આત્મહત્યા બાદ ઘણા એવા સમાચાર હતાં, જ્યાં સુશાંતના ચાહકોએ પણ અભિનેતાની દુઃખમાં આત્મહત્યા કરી છે. જેમાં એક નવું નામ પોર્ટ બ્લેરની એક 15 વર્ષની છોકરીનું સામેલ થયું છે, જેણે 17 જૂને પોતાને ફાંસી આપી હતી. આ છોકરીના મૃતદેહ પાસેથી એક ડાયરી મળી આવી છે, જેમાં સુશાંતસિંહ વિશે વાત કરી છે.

sushant 15yrs old girl fan committed suicide in port blair
સુશાંતની આત્મહત્યા બાદ પોર્ટ બ્લેરમાં યુવતીની આત્મહત્યા

By

Published : Jun 20, 2020, 7:29 PM IST

પોર્ટ બ્લેર: સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરે 14 જૂને આત્મહત્યા કરી હતી અને વિશ્વને કાયમ માટે અલવિદા કહ્યું હતું, પરંતુ અભિનેતાની આત્મહત્યાને આંચકો કેટલાક કિશોરવયના ચાહકો માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. જેમાં સુશાંતના જવા પર યુવક-યુવતીઓ આપધાત કરી રહ્યાં છે.

તાજેતરના સમાચાર મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબારમાં એક 15 વર્ષની બાળકીએ 17 જૂને પોતાને ફાંસી આપી છે. જો કે, મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી નથી, પરંતુ એક ડાયરી મળી છે. જેમાં યુવતીએ સુશાંતને લગતી વસ્તુઓ લખી છે. પોલીસે ડાયરીમાં લખ્યું હોવાની વાત કરતા કહ્યું કે, યુવતી સુશાંતને ખૂબ જ પ્રેમ કરતી હતી. જેથી યુવતીએ સુશાંતસિંહની સાથે આત્મહત્યા કરી છે.

યુવતીના પરિવારે પોલીસને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી અમારી દિકરી ડિપ્રેશનથી પીડાઈ રહી હતી. પોલીસ આ કેસને સુશાંતની આત્મહત્યા સાથે જોડી રહી છે અને મૃતકની ડાયરીના આધારે મોતનું કારણ શોધી રહી છે. આ મૃતકની ઓળખ સૌમ્યા શ્રીરાજ તરીકે થઈ છે, તે સરસ્વતી શિશુ મંદિરના નવમા ધોરણના વિદ્યાર્થિની છે. કથિત રૂપે પરિવારજનોની ગેરહાજરીમાં ફાંસીએ લટકીને આ ભયાનક પગલું ભર્યું હતું.

મહત્વનું છે કે, તાજેતરમાં ઓડિશાના જોબરા વિસ્તારમાં સુશાંતના નિધન બાદ એક 14 વર્ષીય ચાહકે આત્મહત્યા કરી હતી. આ પહેલા બિહારમાં પણ એક યુવકે સુશાંતની આત્મહત્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details