મુંબઇ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સોમવારે સવારે ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરી છે. સૂર્યદીપ, રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકનો મિત્ર છે.
ડ્રગ્સ કેસમાં NCBની કાર્યવાહી, શોવિકના મિત્ર સૂર્યદીપની ધરપકડ - Suryadeep Malhotra
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સોમવારે સવારે શોવિકના મિત્ર ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરી છે. સૂર્યદીપ, રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકનો મિત્ર છે. સુર્યદીપ સુશાંતના ઘરે પાર્ટીમાં ગયો હતો. સૂર્યદીપને NCB ઓફિસ લાવવામાં આવશે. 10 ઓક્ટોબર 2019ની વાતચીત મુજબ શોવિક ડ્રગ્સ માટે તેના મિત્ર સૂર્ય દીપનો નામ રેફેર કરે છે.

શાવિકે સૂર્યદીપ સાથે અભ્યાસ કર્યો છે. એપ્રિલ 2020માં શોવિક સાથે મળીને સૂર્યદીપ રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવાનો હતો. સૂર્યદીપ ઘણા ડ્રગ પેડલર્સ સાથે સંપર્કમાં હતો. સૂર્યદીપે બાશીતનો પરિચય શોવિક સાથે કરાવ્યો હતો. બાન્દ્રાથી વર્સોવા સુધીના કેટલાક યુવા ડ્રગના પેડલર્સ સૂર્યદીપના સંપર્કમાં હતા.
રિયા ચક્રવર્તી અને બૉલિવૂડના ડ્રગ કનેક્શનમાં ઝડપાયેલા સાત ડ્રગ પેડલરો કરમજીતસિંહ આનંદ ઉર્ફે કેજે, ડેવેન ફર્નાન્ડિઝ, સંકેત પટેલ, અંકુશ અરજેન્કા, સંદીપ ગુપ્તા, આફતાબ ફતેહ અન્સારી અને ક્રિસ કોસ્ટાને ACMM કોર્ટમાં રજૂ કરવામાં આવશે.