તેમણે મંગળવારે જણાવ્યું કે, બીજા પણ કેટલાક રાજ્યના મુખ્યપ્રધાનોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બિહારમાં ફિલ્મની સારી કમાણી થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સુપર-30ના માધ્યમથી એક સારો સંદેશ દેશ-દુનિયામાં પહોંચ્યો છે. આ ફિલ્મના માધ્યમથી બિહારની એક અલગ છબી ઉભરાઈને આવી છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે પ્રેરણાદાયી છે.
'સુપર 30' ગુજરાતમાં ટેક્સ ફ્રી, આનંદ કુમારે CM રુપાણીનો આભાર માન્યો - સુપર-30
પટના: બહુચર્ચિત શિક્ષણ સંસ્થા સુપર-30ના સંસ્થાપક આનંદ કુમાર પર બનેલી ફિલ્મ "સુપર-30" બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ આનંદ કુમારે સરકારને ધન્યવાદ પણ પાઠવ્યા છે. આનંદે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સહિત ટેક્સ ફ્રી કરવા વાળા રાજ્યના મુખ્યપ્રધાનોને ધન્યવાદ પાઠવ્યા છે.
Super-30
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પહેલા આનંદને ફિલ્મ માટે ધન્યવાદ પણ પાઠવ્યા છે. આ ફિલ્મમાં આનંદની ભૂમિકા અભિનેતા ઋતિક રોશન દ્વારા નિભાવવામાં આવી છે.