મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન ગયા મહિને પતિ ડેનિઅર વેબર અને બાળકો નિશા, અશર અને નોહ સાથે લોકડાઉનમાં લોસ એન્જલસમાં ગઈ હતી. હવે તેણે જાહેર કર્યું કે, આ પાછળનું કારણ શું હતું, અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, તે શક્ય તેટલી વહેલી તકે મુંબઈ પરત માગે છે.
સની લિયોન ભારત પરત આવવા માંગે છે, US જવાનું કારણ જાહેર કર્યું - અભિનેત્રી સની લિયોન
સની લિયોન ગયા મહિને પતિ ડેનિઅર વેબર અને બાળકો નિશા, અશર અને નોહ સાથે લોકડાઉનમાં લોસ એન્જલસમાં ગઈ હતી.
અભિનેત્રીએ કહ્યું કે, 'અંગત રીતે મને મુંબઈ છોડીને જવું પડ્યું જેનું મને દુ:ખ થયું. મારો વિશ્વાસ કરો કે, હું જવા ન હતી માંગતી, તેથી જ મને નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો. તે સમયે ડેનિયરની માતા અને તેના પરિવારની મુલાકાત લેવી જરૂરી હતી.'
સનીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જ્યાં તે પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત સાથે જ તે મુંબઈ પરત ફરવાનું વિચારી રહી છે. આ પહેલા સનીએ મધર્સ ડે પર એક ફોટો શેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, તેમને અને ડેનિયલને લાગ્યું છે કે સંકટ સમયે તેમના બાળકો વધુ સુરક્ષિત રહેશે. તેમણે લખ્યું, "જ્યારે બાળકો તમારા જીવનમાં પ્રથમ અગ્રતા બને છે, ત્યારે તમારે આ કરવું પડે."