મુંબઇઃ બૉલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગુરૂવારે મોડી રાત્રે કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તે 71 વર્ષના હતા. આ દુઃખના સમયમાં અભિનેત્રી સની લિયોને તેમની સાથે થયેલી નાનકડી મુલાકાતની વાત કરી હતી.
સનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે સમયને યાદ કરતા જણાવ્યું કે, કઇ રીતે એક વાર સરોજ ખાને તેમને ભારતીય લોક નૃત્યની અમુક મૂળ વાતો શીખવાવનો પ્રયાસ કર્યો હતો. પોતાની આ પોસ્ટ સાથે સનીએ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ શેર કર્યો છે, જેમાં બંને કોઇ વિષય પર ચર્ચા કરતા જોવા મળે છે.
આ ફોટાની સાથે અભિનેત્રીએ લખ્યું કે, 'એક સુંદર ધેર્યવાન ગુરૂની સાથે એક નાની મુલાકાત જે મને ભારતીય લોક નૃત્યની અમુક વાતો શીખવવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, અમારી તે મુલાકાત થોડા સમય માટેની હતી પરંતુ તેમની પાસેથી વારંવાર કંઇક શીખવાની ઇચ્છામાં હું આ વીડિયોઝને હંમેશા જોઉ છું. ભગવાન તમારી આત્માને આશીર્વાદ આપે અને તમને શાંતિ મળે.'
સનીએ આગળ લખ્યું કે, તેમના પરિવાર, નજીકના મિત્રો, અને ઉપસ્થિત બધા જ લોકોની સાથે મારી સંવેદનાઓ છે. જેમણે પોતાના જીવનમાં આ સુંદર વ્યક્તિને ગુમાવ્યા છે. RIPમેમ...
સરોજ ખાનને ડાયાબિટિસની બિમારી હતી. તેમને ગત્ત મહિને શ્વાસ લેવામાં પણ તકલીફ થવાની ફરિયાદને લીધે મુંબઇના ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.