મુંબઇઃ અભિનેત્રી સની લિયોને હાલમાં જ લૈક્મે ફેશન વીક ઇવેન્ટ દરમિયાન પોતાનું નવું વેગન કેમ્પેન લોન્ચ કર્યું છે. ‘પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ’ની સાથે મળીને સનીએ નવું વિજ્ઞાપન રિલીઝ કર્યું છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, અભિનેત્રીની ત્વચા ખેંચવામાં આવી રહી છે. આ સંદર્ભમાં હજારો ગાયો, ભેંસો અને બાકી બધા જાનવરોમાંથી લેવામાં આવ્યો છે. જેનો ઉપયોગ લેધર ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે અને જેના માટે જાનવરોને દર વર્ષે હજારોની સંખ્યામાં મારી નાખવામાં આવે છે.
જુઓ કામણગારી સનીનો પ્રાણીપ્રેમ, ફેન્સને શું કરી અપીલ?
સની લિયોને લૈક્મે ફેશન વીકમાં પોતાનું નવું વેગન કેમ્પેન લોન્ચ કર્યું છે અને પોતાના નવા વિજ્ઞાપનનું ઉદ્ધાટન કર્યું છે. જેમાં બતાવાયું છે કે, અભિનેત્રીની ત્વચાને કાઢવામાં આવી રહી છે. અભિનેત્રીએ લોકોને પ્રાણીઓના ચામડા માટે તેમનો જીવ લેવાની બદલે વેગન ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
sunny leone
લેધર ઉત્પાદનને છોડવાની અપીલ કરતા સનીએ કહ્યું કે, ‘ઘણા સારા શાનદાર વેગન શુઝ, બેગ્સ અને જેકેટની સાથે જાનવરોના ચામડા પહેરીને પર્યાવરણના નુકસાન પહોંચાડવાનું કોઇ કારણ વધતું જ નથી. પેટા ઇન્ડિયામાં લેધર ઇન્ડસ્ટ્રીના ભયાનક પ્રભાવને જાણ્યા પછી મેં લેધરને લાત મારી જાનવરો અને ધરતીને બચાવવાની કસમ લીધી છે અને તમને બધાને આ કેમ્પેનમાં સાથ આપવા માટે અપીલ કરું છું.
Last Updated : Feb 16, 2020, 12:12 AM IST