મુંબઈઃ બૉલીવૂડ બોલ્ડ અને હોટ અભિનેત્રી સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર મધર્સ ડે પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે પોતાના ત્રણ સંતાનો અને પતિ સાથે જોવા મળે છે.
સની લીયોનીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'બધી માતાઓને મારી તરફથી હેપી મધર્સ ડેે. આપણા જીવનમાં બાળક આવે ત્યારે ખુદની પ્રાથમિકતા અને સુરક્ષા જેવી બાબતો ગૌણ બની જાય છે. અમારી પાસે તક હતો કે અમે અમારા બાળકોને એવી જગ્યાએ લઈ જઈએ જયાં આ કોરોનાના કાળથી અમે તેમને બચાવી સુરક્ષિત રાખી શકીએ, અને એ જગ્યાએ છે અમારા એક ઘરથી દુર બીજુ લૉસ એન્જલિસ સ્થિત રહેલું બીજા ઘરનું સીક્રેટ ગાર્ડન. મને ખબર છે કે મારી મમ્મી પણ ઈચ્છતી હશે કે હું આવું કરુ. હું તમને યાદ કરુ છું માં, હેપી મધર્સ ડે.'