તે પોઝિટીવ એટિટ્યુડ સાથે જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. જો કે ક્યારેક ટ્રોલ્સને જોરદાર જવાબ પણ આપે છે. તો હાલમાં જ એક ચેટ શૉ દરમિયાન પણ કાંઇક આવું જ બન્યું હતું.
સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અરબાઝ ખાનના ચૈટ શૉમાં નજર આવી રહી છે. જેમાં તે ટ્રોલર્સ દ્વારા પોતાના માટે લખવામાં આવેલી કૉમેન્ટ વાંચે છે, જેમાં એક શખ્સે તેને પૉર્નસ્ટાર કહીને તેની ભુતકાળનો ઉલ્લેખ કરીને બૉલિવુડમાં આવી લાઇફ બદલવામાં નિર્ણય વિશે લખ્યું હતું.