શેરો માટેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે
સનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફિલ્મના પોસ્ટર
શ્રીજીથ વિજયન તેનું નિર્દેશન કરી રહ્યા છે
મુંબઇ: બૉલીવુડ અભિનેત્રી સની લિયોને (Sunny Leone)શનિવારે જણાવ્યું હતું કે, તેણે પોતાની ફિલ્મ 'શેરો' (Shero)માટેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સનીએ ઇન્સ્ટાગ્રામ (Sunny Leone Instagram) પર ફિલ્મના પોસ્ટર શેર કર્યા હતા.
સાઉથ ઇન્ડિયન ફિલ્મ શેરોનું શૂટિંગ કરાયું ફરી શરૂ
આ બ્લેક અને વ્હાઈટ તસ્વીરમાં તે કારમાં બેઠેલી જોવા મળી રહી છે. પોસ્ટરમાં લખ્યું છે, સારાહ માઇક, તેમના સફરની શરૂઆત થાય છે. સનીએ તેના કેપ્શનમાં લખ્યું છે, આખરે આપણી સાઉથ ઇન્ડિયન ફિલ્મ શેરોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક જોરદાર લોકો સાથે કામ કરી રહી છું અને આ ઇકીગાય મોશન પિક્ચર અને ક્રિએટિવ રાઇટર અને ડાયરેક્ટર શ્રીજીથ વિજયન, ડીઓપી મનોજ કુમાર ખાટોઇ અને નિર્માતા અંસારી નેકસ્ટેલ અને રવિ કિરણ સાથે મારુ પ્રથમ કામ છે.
શેરો સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે
શેરો એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. શ્રીજીથ વિજયન તેનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મને તમિલ, હિન્દી, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.
સની લિયોને મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે
હાલમાં સની પોતાના ફેમિલી ફોટોના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જો કે, સની લિયોને મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું હતું, જેની જોરદાર અને ખૂબસૂરત તસ્વીર સોશિયલ મીડિયા પર સતત જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં સની લિયોન પોતાના પતિ ડેનિયલ વિબર સાથે ગૃહપ્રવેશ કરતી જોવા મળી રહી છે