સની અને તેના પતિ ડેનિયલ વીબરે 'કોરે' ને સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. સનીના શબ્દોમાં કહિએ તો, સુપરહીરો જે બધી બુરાઈઓનો અંત કરવા આવી રહી છે.
રિલીઝ થયેલા લેટેસ્ટ વીડિયોમાં સની ડાર્ક સ્પોર્ટિંગ લુક કોસ્ટયૂમ અને સોનેરી વાળવાળી સુપરહીરો કોરે બની છે. અભિનેત્રીએ પોતાના નવા સુપરહીરો અવતાર વિશે જણાવતા કહ્યું કે, 'સુપરહીરોનો કોન્સેપ્ટ એવો છે કે જેના પર હું અને ડેનિયલ થોડા સમયથી કામ કરી રહ્યા છીએ, જેણે સુપરહીરો 'કોરે'ને જન્મ આપ્યો, જે બધી બુરાઈનો નાશ કરવા માટે આવી છે.'