ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તસવીર

સની લિયોને શેરોથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફિલ્મના પોસ્ટરમાં સની ગુસ્સામાં જોવા મળી રહી છે. સની લિયોની(Sunny Leone Photo) ની આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે
સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે

By

Published : Aug 8, 2021, 2:17 PM IST

Updated : Aug 8, 2021, 2:57 PM IST

  • સનીના ચાહકોએ તેના વીડિયોને લાઇક્સ અને કોમેન્ટથી ભરી દીધો છે
  • અભિનેત્રી સની લિયોન તમિલ ફિલ્મ 'શેરો'(Shero) ના શૂટિંગમાં વ્યસ્ત હતી
  • ફિલ્મના પોસ્ટરમાં સનીની આંખોમાં ગુસ્સો જોવા મળી રહી છે

હૈદરાબાદ: અભિનેત્રી સની લિયોન થોડા સમય પહેલા સુધી તમિલ ફિલ્મ 'શેરો'(Shero) ના શૂટિંગમાં વ્યસ્ત હતી. સનીએ શૂટિંગ સેટ પરથી ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. દરમિયાન, સની લિયોને શેરો તરફથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફિલ્મના પોસ્ટરમાં સનીની આંખોમાં ગુસ્સો જોવા મળી રહી છે. સની લિયોની(Sunny Leone Photo) ની આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, અને તેના અભિવ્યક્તિની પ્રશંસા થઈ રહી છે.

સની લિયોનનો Sheroનો ફર્સ્ટ લુક આવ્યો સામે

આ પણ વાંચો- મને જે યોગ્ય લાગે છે તે જ હું સ્વીકારુ છુ: સની લિયોન

સનીની ફિલ્મ એક સાઇકોલોજીકલ રોમાંચક ફિલ્મ છે

સની લિયો(Sunny Leone) ને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ 'શેરો'(Shero)નું પોસ્ટર શેર કર્યું અને લખ્યું:' બદલો મારું જીવન છે. મારી પહેલી તમિલ ફિલ્મ 'શેરો'નો ફર્સ્ટ લુક બતાવી રહી છું. સની લિયોનીની આ તસવીરને પાંચ લાખથી વધુ વખત પસંદ કરવામાં આવી છે. સનીની ફિલ્મ એક સાઇકોલોજીકલ રોમાંચક ફિલ્મ છે. જે ચાર ભાષાઓમાં રજૂ થશે.

સની લિયોન હોરર કોમેડી ફિલ્મો 'કોકા કોલા', 'રંગીલા' અને 'વીરમાદેવી'માં જોવા મળશે

સની લિયોન (Sunny Leone) ટૂંક સમયમાં વિક્રમ ભટ્ટની એક્શન વેબ સીરિઝ 'અનામિકા'માં જોવા મળશે. ઉપરાંત, તે હોરર કોમેડી ફિલ્મો 'કોકા કોલા', 'રંગીલા' અને 'વીરમાદેવી'માં જોવા મળશે. ઉલ્લેખનિય છે કે, બિગ બોસમાં આવ્યા બાદ સની લિયોનીની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર 47.6 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.

તાજેતરમાં સની લિયોનીએ તેના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સની લિયોનીએ તેના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શૂટિંગ સેટ પર તેના સાથીઓ તેને ભોજન નથી આપી રહ્યા અને પોતે મજાથી ખાઇ રહ્યા છે. આ બધું જોઈને સની લિયોન ગુસ્સે થઈ જાય છે અને તે હાથમાં બંદૂક લઈને તેના સાથીઓ સુધી પહોંચે છે. વીડિયોમાં સની કહેતી જોવા મળે છે કે, તે શૂટિંગ પછી થાકી જાય છે અને આ લોકો જાતે ખાઈ રહ્યા છે અને મને પૂછી પણ રહ્યા નથી. જુઓ મારે કેટલું સહન કરવું પડે છે.

આ પણ વાંચો- સની લિયોનીએ ફરી શરૂ કર્યું કામ, શેર કરી ખુબસુરત તસવીર

સની લિયોને આ વીડિયોને ફની પોસ્ટ કર્યો છે

ઉલ્લેખનિય છે કે, સની લિયોને આ વીડિયોને ફની પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું: 'જ્યારે તમે કામ કરી રહ્યા હોવ અને આ લોકો માત્ર ખાતા હોય.' એ જ સનીના ચાહકોએ તેના વીડિયોને લાઇક્સ અને કોમેન્ટથી ભરી દીધો છે.

Last Updated : Aug 8, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details