ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Birthday Special: સની લિયોનીનો જન્મ દિવસ, જાણો પોર્નસ્ટારથી બોલિવૂડ અભિનેત્રી સુધીનો સફર... - Filmy news

મુંબઇઃ અભિનેત્રી સની લિયોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. બિગ બૉસની 5મી સિઝનમાં આવ્યા બાદ તેને દિગ્દર્શક મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ માટે સાઇન કરી હતી. ત્યારબાદ સનીએ ફિલ્મી દુનિયામાં પોતાની નવી શરૂઆત કરી હતી.

સની લિયોની 13 મેના રોજ 38મો જન્મ દિવસ ઉજવશે

By

Published : May 13, 2019, 11:55 AM IST

મુંબઇઃ ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનને લઇને ચર્ચા રહેતી અભિનેત્રી સની લિયોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. બિગ બૉસની 5મી સિઝનમાં આવ્યા બાદ તેને દિગ્દર્શક મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ માટે સાઇન કરી હતી. ત્યારબાદ સનીએ ફિલ્મી દુનિયામાં પોતાની નવી શરૂઆત કરી હતી.

સનીની એડલ્ટ સ્ટારની ઓળખથી લઇને બોલીવુડ સુધીની સફર ઘણી રસપ્રદ રહી છે. તો આજે આપણે સનનીના જન્મદિન નિમિત્તે તેની કેટલીક અજાણી વાતો જાણીશું. સનીનું નામ કરનજીત વોહરા છે અને તે પંજાબની રહેવાસી છે. સનીએ 50થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ 59 એડલ્ટ ગીતોને પતિ ડેનિયલ વેબર સાથે ડાયરેક્ટ કર્યા છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, સની અંગત જીવનમાં ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. જેમાંની એક કેન્સરથી પીડાતા લોકોને મદદ કરવા માટે ફંડ એકઠું કરવાનું કામ કરે છે. સનીને પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ છે. તેથી તેને પ્રાણીના હિત માટે કામ કરતી સંસ્થા સાથે પણ જોડાયેલી છે.

જિસ્મ-2 નામની ફિલ્મ પહેલા પણ સની લિયોનીને ઘણી બોલીવુડ ફિલ્મોની ઓફર મળી હતી. મોહિત સૂરીએ કલયુગ નામની ફિલ્મ માટે સનીનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ સનીએ તગડી રકમની માંગ કરી હતી. જેના કારણે મોહિત સૂરીએ સનીને ફિલ્મમાં કાસ્ટ કરવાનું ટાળ્યું હતું. સનીએ આ નિર્ણય લીધો ત્યારે તેણે 'Penthouse' કવર ઓફ ધ ઇયરની સાથે 67 લાખ રૂપિયા જીત્યા હતા.

સનીએ 19 વર્ષની ઉંમરે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે,સનીએ એડલ્ટ ફિલ્મોમાં આવતા પહેલાં એવી શરત મુકી હતી કે, તે ફક્ત મહિલાઓ સાથે જ એડલ્ટ ફિલ્મ કરશે. સની તેના અંગત જીવનને લઇને ખુલીને વાત કરે છે. પતિ વિશે વાત કરતા કહે છે કે, તે કોઇ પણ ફિલ્મ કે કોન્ટ્રાક્ટ પતિની સલાહ વગર ફાઇનલ કરતી નથી. તેમજ કોઇ પ્રોજ્ક્ટમાં કરે તો પણ તેમાં પતિની પાસેથી સલાહ લેવાનું ભૂલતી નથી. હાલ સની લિયોની ખૂબ સાદાગીથી જીવન જીવી રહી છે. તે ત્રણ બાળકોની માતા છે. જેમાં એક બાળકીને દત્તક લીધી છે. તો બે બાળકો સેરોગેસીની મદદથી મેળવ્યા છે. આમ,સની અંગત જીવન પરિવાર સાથે આનંદનું જીવન માણી રહી છે.

ABOUT THE AUTHOR

...view details