ગુજરાત

gujarat

ETV Bharat / sitara

20 વર્ષ જૂના ચેન પુલિંગ કેસમાં સની દેઓલ અને કરિશ્મા કપૂરને દોષમુક્ત કર્યા - કરિશ્મા કપૂર ન્યૂઝ

મુંબઈઃ નરેના રેલવે સ્ટેશન પર અજમેર ડિવીઝનમાં ચેન પુલિંગની ઘટના થઈ હતી. જેમાં અભિનેતા સની દેઓલ અને કરિશ્મા કપૂર પર 20 વર્ષ પહેલાં ચેન પુલિંગનો આરોપ મૂકાયો હતો.

સની દેઓલ અને કરિશ્મા કપૂર

By

Published : Oct 12, 2019, 11:31 AM IST

જયપુરની એક અદાલતે ફિલ્મ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરને 22 વર્ષ જૂના કેસમાંથી રાહત આપી છે. 1997માં અજમેર રેલવે ચેન પુલિંગ (ટ્રેનમાં ચેન ખેંચવાના) મામલામાં બંને કલાકારોને દોષ મુક્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સની દેઓલ કરિશ્મા કપૂર વિરૂદ્ધ 1997માં ફિલ્મ શૂટીંગ દરમિયાન રેલ ચેઇન ખેંચવાના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રેલવે અદાલત 17 સપ્ટેમ્બરે રેલવે અધિનિયમની કલમ 141, 145,146 અને 147 હેઠળ દોષી ગણવામાં આવ્યાં હતાં.

ન્યાયાધીશ પવન કુમારે શુ્ક્રવારે જણાવ્યું હતું કે, "રેલવે અદાલત બંને (સની દેઓલ અને કરિશ્મા કપૂરને) લોકોને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે. કારણ કે, બંને આરોપી વિરૂદ્ધ પૂરતા પુરવા નથી."

ABOUT THE AUTHOR

...view details