ન્યૂઝ ડેસ્ક:અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) તેની આગામી ફિલ્મ '83'ને લઈને ગણો ચર્ચામાં છે. આ ફિલ્મ 1983માં ભારતની ક્રિકેટ વર્લ્ડ કપ જીત પર આધારિત છે. જેમાં રણવીર ક્રિકેટર કપિલ દેવના (kapil dev) રોલમાં જોવા મળશે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીએ રણવીર સિંહની આગામી ફિલ્મ '83' જોઈ, જેના પર તેણે પ્રતિક્રિયા આપી.
સુનીલ શેટ્ટીએ ટ્વિટર પર ફિલ્મ '83' વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો
સુનીલ શેટ્ટીએ ટ્વિટર પર ફિલ્મ '83' વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત (Sunil Shetty Reaction)કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે એ પણ જણાવ્યું છે કે, ફિલ્મ જોયા બાદ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેનામાં લાગણીઓનું પૂર ઉમટી આવ્યું હતું. તેણે લખ્યું, '83માં રણવીર સિંહને જોવા (sunil shetty praises ranveer singh) ગયો હતો, પરંતુ તેને મળી શક્યો નહીં. સ્ક્રીન પર માત્ર કપિલ દેવ જ હતા. ઈનક્રેડિબલ ટ્રાન્સફોર્મેશન મને આઘાત લાગ્યો છે. હજુ પણ ધ્રુજી રહ્યો છુ અને મારી આંખો ભીની છે.
સુનીલ શેટ્ટીએ આગળ લખ્યું કે, 'સંપૂર્ણ વિશ્વાસ એ છે કે, કબીર ખાનની ભલાઈ, તેમની વાર્તા, દ્રશ્યો અને પાત્રોની શક્તિમાં વિશ્વાસે મારું હૃદય જીતી લીધું. આ એક સંપૂર્ણપણે વ્યક્તિગત સ્ટોરી છે, પરંતુ આંસુ વાસ્તવિક છે.