સુપર સ્ટાર સુદિપ અને સુનિલ શેટ્ટીની જી સ્ટુ઼ડીયોની આગામી એકશન ડ્રામા ફિલ્મ પહેલવાન રિલીઝ થવાની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે, કારણકે આ ફિલ્મનું ટીઝર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતું. તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ "પહેલવાન"ના સુનીલ શેટ્ટીના કેરેકટર "સરકાર"નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. સુનીલે કેપ્શનમાં લખ્યુ કે કૃષ્ણા દ્વારા નિર્દેશ કરવામાં આવેલી આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થશે.ભારતમાં આ ફિલ્મ રિલીઝના દિવસે 2500 સ્કીન પર જોવા મળશે. જે કન્નડ ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ હશે. કૃષ્ણા દ્વારા ડાયરેકટક કરવામાં આવેલી અને જી સ્ટુડીયો દ્વારા પ્રસ્તૃત થનાર એકશન ડ્રામા ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે.જેમાં હિન્દી,કન્ન઼ડ,તમિલ,તેલૂગુ અને મલયાલમનો સમાવેશ થાય છે.
'પહેલવાન'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, અનોખા અંદાજમાં જોવા મળશે 'અન્ના'
મુંબઈ: સુનીલ શેટ્ટીની આગામી ફિલ્મ "પહેલવાન"નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી જોવા મળશે આ ફિલ્મમાં તેમના કેરેકટર 'સરકાર'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કૃષ્ણા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી આ ફિલ્મ 5 ભાષામાં 12 સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
sunil shetty
એક્શન,ડ્રામા અને કોમેડીના મિશ્રણ સાથે "પહેલવાન" ફિલ્મ છે, જે ગર્વ,પ્રેમ અને પોતાના ખેલ માટે લડતા હોય છે.આ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે. નિર્દેશક કૃષ્ણાએ આ ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યુ છે કે, ફિલ્મ એક સાર્વભૌમિક વિષય છે,જે લોકોના દિલ જીતી લેશે.અમે ફિલ્મના રિલીઝથી ખુબ જ ખુશ છીએ અને વધુ ખુશીની વાત એ છે કે આ ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે.
Last Updated : Jul 30, 2019, 7:36 PM IST