ન્યૂઝ ડેસ્ક: ઘણા દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર 'ધ કપિલ શર્મા' શો બંધ થવાના સમાચારે (The Kapil Sharma Show winding up news) વેગ પક્ડયું છે. આ કોમેડી શો બંધ થવાના સમાચારથી પરેશાન ફેન્સને હવે વધુ એક ઝટકો લાગવાનો છે. શો બંધ થવાના સમાચાર પર અત્યાર સુધી નિર્માતાઓ અને કપિલ શર્માની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સંજોગોમાં હવે સમાચાર મળ્યાં છે કે કપિલ શર્મા શોની કોમેડિયન સુમોના ચક્રવર્તિ (Sumona Chakravarti New Show Promo Release) આ કોમેડી શો છોડી રહી છે. સુમોના ચક્રવર્તી કપિલ શર્માનો સાથ છોડીને એક નવા ટીવી શોનો હાથ પકડી રહી છે.
સુમોનાના નવા શોનો પ્રોમો રિલીઝ: કોમેડી શોમાંથી સુમોના ચક્રવર્તિના એક્ઝિટના સમાચાર પાછળનું કારણ તેનો નવો શો હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ સુમોનાના નવા શોનો પ્રોમો રિલીઝ થયો છે, ત્યારથી સુમોનાએ કપિલ શર્મા શો છોડી દીધો હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. સુમોના હવે એક બંગાળી ટીવી શોમાં જોવા મળવાની છે.
આ પણ વાંચો:લેકમે ફેશવ વીકમાં ઉર્વશી રૌતેલાની અદાઓનો જલવો, જુઓ તસવીરો...