ગુજરાત

gujarat

ETV Bharat / sitara

sukesh Chandrasekhar Case Update: સારા અલી ખાન સહિત આ અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને હતી, EDનો ખુલાસો - બોલિવૂડ એક્ટ્રેસ

EDની ચાર્જશીટમાં ઠગ સુકેશ ચંદ્રશેખર મામલે ચોકાવનારો ખુલાસો (sukesh Chandrasekhar Case Update) થયો છે. ચાર્જશીટ પ્રમાણે, સુકેશના નિશાને માત્ર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી જ નહીં, પરંતુ સારા અલી ખાન, જાનવી કપૂર અને ભૂમિ પેડનેકર જેવી ઉભરતી અભિનેત્રીઓ પણ હતી.

sukesh Chandrasekhar Case Update: સારા અલી ખાન સહિત આ અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને હતી, EDનો ખુલાસો
sukesh Chandrasekhar Case Update: સારા અલી ખાન સહિત આ અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને હતી, EDનો ખુલાસો

By

Published : Feb 24, 2022, 4:45 PM IST

ન્યૂઝ ડેસ્ક: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં સજા ભોગવી રહેલો ઠગ સુકેશ ચંદ્રશેખર વિશે મોટો ખુલાસો (sukesh Chandrasekhar Case Update) કર્યો છે. EDની ચાર્જશીટ પ્રમાણે સુકેશે માત્ર બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actres) જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફાહતીએ જ નહીં, પરંતુ સારા અલી ખાન, જાનવી કપૂર અને ભૂમિ પેડનેકરને પણ નિશાન બનાવ્યા હતા. આ સંદર્ભે તેણે આ ત્રણેય અભિનેત્રીઓને ભેટ મોકલવાના પ્રયાસો પણ કર્યા હતા.

ઠગ સુકેશ ચંદ્રશેખરનો નિશાનો આ અભિનેત્રીઓ હતી

EDની ચાર્જશીટ અનુસાર, સારા અલી ખાને પૂછપરછ દરમિયાન EDને જણાવ્યું હતું કે, તે સુકેશ ચંદ્રશેખર અને શેખર નામના કોઈ વ્યક્તિને ઓળખતી નથી. સૂરજ રેડ્ડી નામના વ્યક્તિએ તેને 21.05.2021ના રોજ વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. મેસેજમાં આ વ્યક્તિએ સારા અલી ખાનને પરિવારના નામે ગિફ્ટમાં કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ઈરાની નામના સીઈઓ તેનો સંપર્ક કરશે. સારાએ સૂરજ રેડ્ડી નામની વ્યક્તિને સ્પષ્ટપણે ના પાડી દીધી કે તે કોઈ ગિફ્ટ લેશે નહીં, પરંતુ તે વ્યક્તિએ વધુ દબાણ કરતા ચોકલેટ પેક લેવા માટે તૈયાર થઇ ગઇ હતી. આ વ્યક્તિએ સારાને ચોકલેટની સાથે એક અમૂલ્ય ઘડિયાળ પણ મોકલી હતી.

આ પણ વાંચો:Mar Khayega Song Release: 'બચ્ચન પાંડે' ગીત 'માર ખાયેગા' કોપી થયું!, 'અપના ટાઈમ આયેગા'નો સ્વેગ 'પુષ્પા' સ્ટાઈલમાં રજૂ

જાનવી કપૂરે EDને આપ્યું નિવેદન

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જાનવી કપૂરે EDને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ન તો તેને ચંદ્રશેખર કે કોઈ ઈરાની દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેને નેલ આર્ટસ્ટ્રી નામની કંપનીમાંથી લીના નામની મહિલાનો ફોન કર્યો હતો અને આ મહિલાએ તેને બેંગ્લોરમાં એક સલૂનના લોન્ચિંગ માટે ગેસ્ટ તરીકે આવવા કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, લીના ઠગ સુકેશ ચંદ્રશેખરની પત્ની છે. જાનવીએ વધુ જણાવતા કહ્યું હતું કે, ગયા વર્ષે જુલાઈમાં તેણે આ સલૂનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેના બદલામાં તેને લક્ઝરી બેગ અને 18.94 લાખ રૂપિયા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, જાનવીએ આ રકમના ટ્રાન્ઝેક્શનનો મેસેજ પણ EDને બતાવ્યો હતો.

સુકેશના નિશાના પર ત્રીજી અભિનેત્રી ભૂમિ પેડનેકર હતી

સુકેશના નિશાના પર ત્રીજી અભિનેત્રી ભૂમિ પેડનેકર હતી. EDની ચાર્જશીટમાં ભૂમિ પેડનેકરે જણાવ્યું હતું કે, ઈરાની નામની મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો. તે મહિલાએ પોતાનો પરિચય 'ન્યૂઝ એક્સપ્રેસ પોસ્ટ' કંપનીના HR વિભાગની ઉપાધ્યક્ષ તરીકે આપ્યો હતો. ઈરાનીએ ભૂમિને માહિતી આપી હતી કે, કંપનીના ચેરમેન ચંદ્રશેખરને તેની ફિલ્મો પસંદ છે અને તે એક મોટા પ્રોજેક્ટ વિશે વાત કરવા અને કાર ગિફ્ટ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર પર એક વિશાળ ફાર્મા કંપનીના મોટા પદ પર રહેલા વ્યક્તિની પત્નીને છેતરવાનો આરોપ છે, જેના કારણે તે દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે.

આ પણ વાંચો:Sridevi Death Anniversary: શું થયું હતું શ્રીદેવીના મોતની રાત્રે, જાણો..

ABOUT THE AUTHOR

...view details