મુંબઈઃ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. શુક્રવારે સ્ટરકિડ સુહાનાનો જન્મદિવસ હતો, જેને લઈ સુહાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં બે વીડિયો શેર કર્યા હતા.
સુહાનાએ બર્થ-ડે બાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં બે વીડિયો શેર કર્યા - સુહાના ખાન બર્થડે લોકડાઉન
સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. શુક્રવારે સ્ટરકિડ સુહાનાનો જન્મદિવસ હતો, જેને લઈ સુહાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં બે વીડિયો શેર કર્યા હતા.
આ વીડિયોમાં તે જણાવી રહી છે કે તે 20 વર્ષની થઈ ચુકી છે. આ સાથે સુહાનાએ કહ્યું કે કોરોના લોકડાઉનને કારણે તે મોટું સેલિબ્રેશન કરી શકી નથી, પણ આ વીડિયોના માધ્યમથી ફેન્સ અને ફોલોઅર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
સોશિયલ મીડિયામાં સુહાનાના આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોની વાત કરીએ તો તેમાં એએક સ્લોમો છે અને બૉડિકોન ડ્રેસમાં સુહાના સુંદર લાગી રહી છે. સુહાનાના હવામાં ઉડતાં વાળ અને એમાં તેની કાતિલ અદાઓઅે જાણે કે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સુહાના મુંબઈ સ્થિત પોતના ઘરની અગાસી પર બેઠેલી વીડિયોમાં જોવા મળે છે.