ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉક્સ ઓફિસ રિપોર્ટઃ જાણો ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ એ કેટલી કરી કમાણી... - tiger shrof

મુંબઈ: ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’ ની બોક્સ ઓફિસ કલેક્શનમાં શનિવારે ઓછી કમાણી રહી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર રિલીઝના બીજા દિવસે 14.02 કરોડ રૂપયાની કમાણી કરી હતી.

જુઓ, "સ્ટુડન્ટ ઓફ ધ યર 2" એ બીજા દિવસે કેટલી કમાણી કરી

By

Published : May 12, 2019, 6:57 PM IST

પુનીત મલ્હોત્રા દ્વારા ડાટરેક્ટ કરેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ ને સારો એવો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મે પ્રથમ દિવસે 12.06 કરોડ રૂપયાની કમાણી અને બીજા દિવસે 14.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘સ્ટુડેન્ટ ઓફ ધ યર-2’ ટાઇગરની અત્યાર સુધીની બીજા નંબરની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની છે. તેની 2018ની રિલીઝ થયેલ ‘બાગી-2’ 25.01 કરોડ રુપયાની કમાણી સાથે ટોપ પર રહી હતી.

આ કોલેજ ડ્રામા ફિલ્મ સેંટ ટેરેસા નામની કોલેજના નવા સ્ટુડન્ટસની આસપાસ ફરે છે, જેમાં ટાઇગર એક નાના શહેરનો છોકરો રોહનની ભૂમીકામાં છે. તો અનન્યા એક અમીર બાપની અને બગડેલી છોકરી શ્રેયા બની છે અને તારા, રોહનની મીત્ર મિયાની ભૂમીકામાં નજરે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details