વરૂણે કેપ્શનમાં લખ્યું છે કે, મારી સફર વિશેની મારી કેટલીક વસ્તુઓ ખૂબ જ વ્યક્તિગત છે.ક્રેઝી ક્રૂ સાથે, આ ફિલ્મ બનાવતી વખતે ખૂબ ધમાલ થઇ હતી. તેણે આ સમય દરમિયાન એક વીડિયો બનાવ્યો છે અને આ બંને ફિલ્મોના દ્રશ્યો સાથે લિન્ક શેર કરી છે. વરુણ ધવન છેલ્લા 7 મહિનાથી શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મનું શૂટિંગ લંડન, મુંબઇ અને દુબઈ જેવી જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મની કાસ્ટ ઇમોશનલ દેખાઈ હતી. વીડિઓમાં વરૂણ કાસ્ટ અને ક્રુ સાથે સારો સમય પસાર કરી રહ્યો છે.
સ્ટ્રીટ ડાન્સર શૂટિંગ પૂર્ણ, વરુણ ધવને શેર કરી BTS વીડિયો - ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર
નવી દીલ્હીઃ અભિનેતા વરૂણ ધવને વર્ષ 2012ની સ્ટૂડન્ટ ઓફ ધ યર સાથે બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા જ વર્ષમાં વરૂણ ધવને મોટી અને મજબૂત ફૈન ફોલોઇન્ગ બનાવી લીધી છે. હાલમાં જ તેમણે સ્ટ્રીટ ડાન્સનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.તેણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી છે.વરૂણે સોશિયલ મીડિયા પર BTSનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ABCD 2 થી સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ સુધી કેટલાક દ્રશ્યો શેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે વરૂણ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત નોરા ફતેહી, શક્તિ મોહન અને પ્રભુદેવ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યા છે. તે 24 જાન્યુઆરી, 2020 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળશે. આ ઉપરાંત ગોવિંદાની સુપરહિટ ફિલ્મના રિમેકમાં વરૂણ ધવન કામ કરતા જોવા મળશે.તેઓ આ ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફિલ્મ વિશે કહ્યું હતું કે આ મૂવી રિમેક છે, પરંતુ તેની કહાની એકદમ અલગ છે.